Home /News /national-international /

હાથમાં પિસ્તોલ અને રૂપિયાના બંડલ સાથે બાર બાળાઓનો ડાન્સ, જુઓ Viral Video

હાથમાં પિસ્તોલ અને રૂપિયાના બંડલ સાથે બાર બાળાઓનો ડાન્સ, જુઓ Viral Video

ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Viral Video - અશ્લિલ ગીતોની સાથે બાર બાળાઓ ઠુમકા લગાવી રહી છે અને હાથમાં પિસ્તોલ જોવા મળી રહી છે

    સીવાન : બિહારમાં ઘણા પ્રતિબંધો હોવા છતા હથિયારોનું પ્રદર્શન અટકવાનું નામ લેતું નથી. નવો મામલો સીવાનનો છે. જ્યા બાર બાળાનો એક વીડિયો (Siwan Bar Girls Dance)સામે આવ્યો છે. જેમાં તે તમંચા અને પિસ્તોલ સાથે ડાન્સ (Dance With Arms)કરી રહી છે. ડાન્સનો આ વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો જીબી નગર તરવાના સ્ટેશન ક્ષેત્રનો બતાવવામાં આવી રહ્યો છે.

    વીડિયો વસંત પંચમીના દિવસનો બતાવવામાં આવી રહ્યો છે. જોકે આ વીડિયોની પૃષ્ટિ ન્યૂઝ 18 કરતું નથી. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ડાન્સ કરનારી બાર બાળા તમંચા પર ડાન્સ કરી રહી છે. અશ્લિલ ગીતોની સાથે બાર બાળાઓ ઠુમકા લગાવી રહી છે અને હાથમાં પિસ્તોલ જોવા મળી રહી છે.

    બિહારમાં કોરાનાને જોતા સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બિહારમાં રવિવાર સુધી કોઇપણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોને લઇને મંજૂરી ન હતી. આમ છતા નિયમોના ભંગ કરવાનો મામલો સામે આવ્યો છે.

    આ પણ વાંચો - Weather Update: આગામી 2-3 દિવસોમાં ઘણા રાજ્યોમાં વધશે ઠંડી, ધુમ્મસ અને વરસાદની સંભાવના, જુઓ ક્યાં છે આગાહી

    આ મામલે થાનાધ્યક્ષ પ્રમોદ કુમાર સિંહે જણાવ્યું કે વાયરલ વીડિયોની હકીકત જાણી જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો વાયરલ થયા પછી કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    ઓનલાઇન ક્લાસ માટે મળેલા મોબાઇલમાં અશ્લીલ વીડિયો જોઇ બાળકોએ 8 વર્ષની બાળકી પર કર્યો ગેંગરેપ

    છત્તીસગઢના અંબિકાપુરમાં ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. અહીં સંયુક્ત પરિવારમાં રહેતા 6 થી 13 વર્ષના બાળકોએ ઘરમાં જ 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગુનાહિત ઘટના સામે આવતાં જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા, તો પોલીસ પણ બાળકોની કરતૂત સામે કાયદાના ચોપડા ખંગાળી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નિર્દોષ અને સગીર આરોપી બાળકોમાંથી એક પીડિતાનો પિતરાઈ ભાઈ છે, પછી નજીકનો સંબંધી અથવા મિત્ર છે. . સંબંધીઓની વારંવાર પૂછપરછ કરતાં આ બધું દોઢ મહિનાથી ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે છોકરીના પરિવારે ગુરુવારે ફરિયાદ કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bihar Crime, વાયરલ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन