Home /News /national-international /VIDEO: દારુના નશામાં ગળામાં લપેટી લીધો અજગર, થોડી વારમાં ધોળા દિવસે તારા દેખાડી દીધાં

VIDEO: દારુના નશામાં ગળામાં લપેટી લીધો અજગર, થોડી વારમાં ધોળા દિવસે તારા દેખાડી દીધાં

વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઝારખંડના ગઢવા પોલીસ ચોકી હદ વિસ્તારમાં આવતા કીતાસોતી ખુર્દ ગામની છે.

    ગઢવા (ઝારખંડ): સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઝારખંડના ગઢવા પોલીસ ચોકી હદ વિસ્તારમાં આવતા કીતાસોતી ખુર્દ ગામની છે. જ્યાં દારુના નશામાં એક 55 વર્ષિય કાકા બિરજાલાલ રામ ભુઈયા નામના અન્નરાજ ડેમમાંથી નિકળતી નહેરના પાણીમાં માછલી પકડવા ગયા હતા. પણ જ્યારે તેમની નજર એક અજગર પર પડી તો, તેમણે મજાક માટે અજગરને પકડીને પોતાના ગળામાં લપેટી લીધો. જો કે, થોડીવારમાં અજગરે તેની તાકાત બતાવી તો, બિરજાલાલને જીવ બચાવવો અઘરો પડી ગયો હતો. તેની જાણકારી મળતા તેમનો દીકરો ઘટનાસ્થળે પહોંચ્યો, સાથે જ પોતાના મિત્રોની મદદથી 15-20 મિનિટની ભારે મહેનત બાદ આખરે અજગર હટ્યો અને કાકાનો જીવ બચ્યો. જો કે, આ શખ્સ પડી જવાના કારણે હળવી ઈજા થઈ હતી.

    આ 45 સેકન્ડના વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, એક નવયુવાન શખ્સ એક વ્યક્તિના ગળામાંથી અજગર હટાવાની કોશિશ કરે છે. તે અજગરને પકડીને ખેંચે છે. પણ આ વિશાળકાય સાંપ શખ્સને ડોક છોડવા માટે તૈયાર નથી. જેમ જેમ છોડાવાની કોશિશ કરશે, તેમ તેમ આ અજગર વધારે મજબૂતાઈથી ગળા ફરતે ભરડો લે છે. જો કે આ દરમિયાન આ શખ્સનો દીકરો ત્યાં આવે છે અને તે કોશિશ કરે છે. છતાં પણ અજગર તે છોડતો નથી. આજૂબાજૂના લોકો પણ બૂમો પાડે છે. અમુક લોકો અજગરને કાઢવા માટે અલગ અલગ રીત કહી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો હતો કે, ભારે મહેનત બાદ અજગરની પકડમાંથી માણસને છોડાવામાં આવ્યો હતો.



    આ ક્લિપ ટ્વિટર હૈંડલ @SpMehtaRaju3 થી 11 નવેમ્બરના રોજ શેર કર્યો છે. તેણે દાવો કર્યો છે કે ગઢવામાં નશાની હાલતમાં એક શખ્સના ગળામાં અજગર વિટળાઈ ગયો છે. જેણે જીવ બચાવવા માટે બૂમો પાડી. જાણકારી મળતા તેમનો દીકરો આવ્યો અને પિતાનો જીવ બચાવવા માટે મદદની બૂમો પાડી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ વાયરલ થઈ રહ્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन