ભીલવાડા : રાજસ્થાન (Rajasthan) પોલીસના એક પોલીસકર્મીને (Police)મહિલા સાથે ચાલું બસમાં છેડતી (Molested)કરવી મોંઘી પડી છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી મહિલાએ પોલીસકર્મીની ચપ્પલથી પિટાઇ કરી હતી. ચપ્પલથી મારતા-મારતા પોલીસકર્મીને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. ત્યાં મહિલાના રિપોર્ટ પર પોલીસકર્મીની ધરપકડ કરીને તેને જેલમાં બંધ કરી દીધો છે. બસમાં થયેલી આ ઘટનાનો વીડિયો કોઇ યાત્રીએ બનાવી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. યૂઝર્સ પોલીસને ભૂમિકાને લઇને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ કારણે રાજસ્થાનમાં ફરી એક વખત પોલીસ પર કલંક લાગ્યો છે.
જાણકારી પ્રમાણે છેડતીની આ ઘટના બુધવારની બતાવવામાં આવી રહી છે. પીડિત મહિલા પોતાની બહેનપણી સાથે બાંસવાડાથી જયપુર જતી બસમાં ભીલવાડાથી બેસી હતી. આ દરમિયાન બનેડાથી પોલીસની વર્દી પહેરેલ હેડ કોન્સ્ટેબલ રાજુલાલ કંજર પણ બસમાં બેસ્યો હતો. તે મહિલાની પાસે સીટમાં જઈને બેસી ગયો હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલે છેડતી શરૂ કરી હતી. પહેલા તો મહિલા સહન કરતી રહી પણ આરોપી પોલીસકર્મીની હરકતો વધી રહી હતી. જેથી મહિલા ગુસ્સે ભરાઇ હતી અને પોલીસકર્મી રાજુલાલની કોલર પકડી ચપ્પલથી પિટાઇ શરૂ કરી દીધી હતી. જેના કારણે બસમાં હંગામો થયો હતો. જોકે મહિલાનો ગુસ્સો જોઈ કોઇ નજીક ગયું ન હતું.
મહિલાએ પોલીસકર્મીની પિટાઇ ચાલું રાખી હતી. આ દરમિયાન ડ્રાઇવર બસને શાહપુરા પોલીસ સ્ટેશન લઇ ગયો હતો. જ્યાં મહિલા પોલીસકર્મીને લઇને ઉતરી અને તેની સામે ફરિયાદ કરી હતી. પોલીસે હેડ કોન્સ્ટેબલ સામે શાંતિ ભંગનો કેસ નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. આરોપી પોલીસ કોન્સ્ટેબલ રાજુલાલ ભીલવાડા પોલીસ લાઇનમાં નિમણૂક છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર