Home /News /national-international /VIDEO: જો તમારો પતિ પણ ઘરખર્ચ અથવા શોપિંગ માટે રૂપિયા ન આપતો હોય તો આ જુગાડ ટ્રાઈ કરી શકશો

VIDEO: જો તમારો પતિ પણ ઘરખર્ચ અથવા શોપિંગ માટે રૂપિયા ન આપતો હોય તો આ જુગાડ ટ્રાઈ કરી શકશો

પતિના ખિસ્સા ખાલી કરવાનો જુગાડ

મોટા ભાગે પત્નીઓને પતિની જાસૂસી કરતા અથવા તો તેમના ખિસ્સા ફંફોળવાની આદત હોય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં એક પત્ની જોઈ શકાય છે.

    VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર મોટા ભાગે એવા વીડિયો સામે આવતા હોય છે, જેને જોઈને યુઝર્સ હસવાનું રોકી શકતા નથી. કંટેંટ ક્રિએટર દરરોજ નવા નવા વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે. હાલમાં જ એક આવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને યુઝર્સ આ મહિલાની સમજદારી જોઈને હેરાન રહી જાય છે.

    મોટા ભાગે પત્નીઓને પતિની જાસૂસી કરતા અથવા તો તેમના ખિસ્સા ફંફોળવાની આદત હોય છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં એક પત્ની જોઈ શકાય છે. જેનો ચોરી કરવાનો અંદાજ જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહીં. વીડિયોમાં મહિલાનો ચોરી કરવાનો અંદાજ જોઈને અન્ય પત્નીઓ પણ તેમાંથી કંઈક શિખી શકશે.


    પત્નીએ લગાવ્યું દિમાગ


    વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પર જીંદગી ગુલઝાર હૈં નામના ટ્વિટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે કેપ્શન આપતા સંસ્કારી પત્ની લખ્યું છે. વીડિયોમાં એક મહિલા પોતાના પતિના કોટના ખિસ્સામાં હાથ નાખીને પર્સમાંથી પૈસા કાઢવાની નવી રીત લઈ આવી છે.

    વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો


    વીડિયોમાં મહિલાએ પોતાના હાથને પતિના કોટમાં હાથ નાખીને પોતાની જાતને ભેટી રહી છે.ત્યાર બાદ તે પોતાના હાથેથી પર્સ કાઢે છે અને ખુદને આપતી દેખાય છે. આ આખી ઘટના એવી રીતે કરે છે, કે તેને એવો અનુભવ થાય કે આ પૈસા ખુદ તેનો પતિ તેને આપી રહ્યો છે. હાલમાં તો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં 4 લાખ 50 હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video

    विज्ञापन
    विज्ञापन