Home /News /national-international /શરમજનક: પતિના મોતની કહાની બતાવતા ડાંસ કરવા લાગી વિધવા, વીડિયો જોઈ લોકો ભડક્યાં

શરમજનક: પતિના મોતની કહાની બતાવતા ડાંસ કરવા લાગી વિધવા, વીડિયો જોઈ લોકો ભડક્યાં

social media viral video

પતિ-પત્નીનો સંબંધ જીવનભર ચાલનારો હોય છે. તેમાંથી જો કોઈ એકનો સાથ છુટી જાય તો, તેનું દુ:ખ કાયમ માટે રહી જતું હોય છે. પણ ફ્લોરિડામાં રહેતી એક મહિલા પોતાના પતિના મોતની વાત જણાવતા ડાંસ કરી રહી છે.

    viral video: પતિ-પત્નીનો સંબંધ જીવનભર ચાલનારો હોય છે. તેમાંથી જો કોઈ એકનો સાથ છુટી જાય તો, તેનું દુ:ખ કાયમ માટે રહી જતું હોય છે. પણ ફ્લોરિડામાં રહેતી એક મહિલા પોતાના પતિના મોતની વાત જણાવતા ડાંસ કરી રહી છે. જેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. જો કે, લોકો ગુસ્સે થતાં ટિકટોક પરથી તેણે આ વીડિયો હટાવી દીધો હતો. પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડુ થઈ ગયું હતું. કોઈએ તેનો વીડિયો ટ્વિટર પર નાખી દીધો અને તે વાયુવેગે ઈન્ટરનેટ પર ફેલાઈ ગયો. જો કે, આ મહિલાએ હવે ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તો આવો જાણીએ શું છે આ આખો મામલો.

    39 વર્ષની જેસિકા એયર્સ (Jessica Ayers) બે બાળકોની માતા છે. બીજૂ બાળક જ્યારે ત્રણ દિવસનું હતું ત્યારે તેના પતિની હત્યા થઈ ગઈ હતી. વર્ષ 2014માં તેના પતિને એક ગોળી વિંધીને નિકળી ગઈ હતી. જો કે તે ખુશ છે કે, તેના પતિના હત્યારાને સજા મળી ગઈ. તે પોતાની લાઈફમાં આગળ વધી રહી છે. હાલમાં જ તેણે પોતાના પતિની મોતની કહાણી બતાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પસંદ કર્યું હતું. તેણે ડાંસ કરતા વીડિયો બનાવ્યો અને ટેક્સ દ્વારા કહાની બતાવી હતી, જે બાદ તે ટ્રોલ થવા લાગી હતી.


    8 વર્ષ પહેલા પતિનું થઈ ગયું મોત


    એયર્સ વીડિયોમાં ડાંસ કરતા જણાવે છે કે, આઠ વર્ષ પહેલા, એક શખ્સે મારા પતિને ગોળી મારીને હત્યા કરી નાખી. મારુ તાજુ જન્મેલ બાળક ત્યારે ત્રણ દિવસનું હતું. 11 મહિના બાદ જે વ્યક્તિએ ગોળી મારી હતી, તે દોષિત ઠર્યો અને તેને સજા મળી. હત્યારાને સજા મળ્યા બાદ તેણે આ વીડિયો બનાવ્યો, મતલબ કે તેને ન્યાય મળવાથી તે ખુશ છે. કેપ્શનમાં તે લખે છે કે, તે હત્યારાને મળી અને કહ્યું હતું કે, તે ક્યારેય પોતાના માટે દિલગીર અનુભવે તો, મારો ચહેરો યાદ કરે. આ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણમાંની એક હતી.



    વાયરલ થઈ રહ્યો છે વીડિયો


    આ વીડિયોને ટ્વિટર પર રીપોસ્ટ કર્યો છે. જ્યાં તેને 5 મિલિયન વાર જોવામાં આવ્યો છે અને દર્શકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે કે પતિના મોત પર આવો કોઈ ડાંસ કરી શકે. જ્યારે અમુક તેની સાથે ઊભા છે. અમુક લોકો કહે છે કે, આઠ વર્ષ પહેલા તેના જીવનમાં અંઘારુ ફેલાયું હતું અને ન્યાય દ્વારા તેને ખુશી મળી છે.

    એયર્સે બીજા લગ્ન કર્યા


    એયર્સ હવે વિધવા નથી. તેણે સંગીતકાર ડોન હોગ સાથે બીજા લગ્ન કરી લીધા છે. તેણે ઈંસ્ટાગ્રામ પર તેનો વીડિયો શેર કર્યો હતો. તેણે જણાવ્યુ છે કે, વિધવા જે હવે પત્ની બની ગઈ છે, બે લોકોને હંમેશા પ્રેમ કરશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Latest viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन