VIDEO: બેકાબૂ બનેલા ટ્રેક્ટરે રસ્તાની બાજુમાં ઊભેલા ત્રણ લોકોને અડફેટે લીધા, એકની હાલત ગંભીર

બેકાબૂ બનેલું ટ્રેક્ટર.

Accident in Charkhi Dadri: ચરખી દાદરીમાં પૂર ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લેતા ત્રણ લોકો ઘાયલ થઈ ગયા હતા.

  • Share this:
    ચરખી દાદરી: હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં પૂર ઝડપે દોડી રહેલા વાહનનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના મહેન્દ્રગઢ નજીક એક બેકાબૂ બની ગયેલા ટ્રેક્ટરે (Tractor) રસ્તાની બાજુમાં ઊભેલા ત્રણ લોકોને ટક્કર (Indian Road Accidents) મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેની હાલ પાણીપત સરકારી હૉસ્પિટલ (Hospital)માં સારવાર ચાલી રહી છે.

    આ મામલે પોલીસે કેસ દાખલ કર્યો છે. આ આખી ઘટના અહીં આવેલી એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પાનીપત જિલ્લાના બરસત ગામ નિવાસી 60 વર્ષીય કાકા સિંહ છેલ્લા થોડા સમયથી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ નજીક એક રૂમના ભાડાના ઘરમાં રહે છે. તેઓ પોતાના પરિવાર સાથે દાદરીમાં લોખંડના વાસણ વેચવાનું કામ કરે છે.

    આ પણ વાંચો: NSA અજિત ડોભાલે કહ્યું- બીજાની ઈચ્છા મુજબ નહીં, ખતરો જોઈને યુદ્ધ લડીશું

    શનિવારે બપોરે આશરે સવાર ચાર વાગ્યે કાકા સિંહ મહેન્દ્રગઢ બાયપાસ નજીક ઊભા હતા. આ જ સમયે એક પૂર ઝડપે ટ્રેક્ટર દાદરીના લોહારુ ચોક તરફથી ચિડિયા મોડ તરફ વળ્યું હતું. પરંતુ ટ્રેક્ટરની ઝડપ ખૂબ વધારે હોવાને કારણે ડ્રાઇવર કાબૂ ગુમાવી બેઠો હતો. જેના કારણે ટ્રેક્ટર પહેલા રસ્તાના ડિવાઈડર પર ચઢી ગયું હતું.

    આ પણ વાંચો: મોઢવાડિયાનો PM પર કટાક્ષ, 'મને પકડો મને પકડો, હું તલવાર લઈને મારી નાખીશ, પરંતુ તેમને પકડ્યા છે કોણે?'

    ડિવાઇડર પર ચઢી ગયા બાદ ટ્રેક્ટરે રસ્તાની બાજુમાં ઊભેલા કાકા સિંહને ટક્કર મારી હતી. કાકા સિંહ 10 મીટર સુધી ટ્રેક્ટરના આગળના ભાગમાં ફસાયેલા રહ્યા હતા અને ટ્રેક્ટર સાથે જ ઢસડાયા હતા. આ દરમિયાન અહીં હાજર 50 વર્ષીય ઓમ પ્રકાશને પણ ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારી હતી. આ ઉપરાંત અહીં સ્પેર પાર્ટ્સની દુકાનમાં ખરીદી કરવા માટે આવેલા એક વ્યક્તિને પણ બેકાબૂ બનેલા ટ્રેક્ટરે ટક્કર મારી દીધી હતી.

    આ પણ વાંચો:  IPLમાં ખતમ થઈ ધોનીની ‘હુકૂમત’, પહેલીવાર ચેન્નઈ સુપરકિંગ્સ Playoffsની રેસથી બહાર

    ઉલ્લેખનીય છે કે રોડ અકસ્માતમાં દરરોજ ભારતમાં અનેક લોકો જીવ ગુમાવે છે. 2019ના વર્ષમાં દેશમાં 449,002 અકસ્માત નોંધાયા હતા. આ દરમિયાન 151,113 લોકોનાં મોત થયા હતા. આ દરમિયાન 451,361 લોકો ઘાયલ થયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: