શાહનવાઝ રાણા, શામલીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના શામલી (Shamli)માં એક ચોરની લાઇવ ધોલાઈનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા ચોરને જૂતાથી મારતી જોવા મળી રહી છે. મહિલાની બેગ ઝૂંટવીને ભાગી રહેલા ચોરને ભીડે પકડી લીધો. ત્યારબાદ મહિલાએ ચોરને 20 સેકન્ડમાં 12 જૂતાના વાર ફટકારી દીધા. જેનો વીડિયો અહીં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી દીધો.
મૂળે, મહિલા કૈરાનાથી પાણીપત જતા વાહનની રાહ જોઈ રહી હતી. મહિલાના હાથમાંથી ચોર બેગ ઝૂંટવીને ભાગવા લાગ્યો તો મહિલાએ બૂમાબૂમા કરી દીધી. ઘોંઘાટ થતાં આરોપી ચોરને લોકોએ પકડી પાડ્યો. ત્યારબાદ મહિલાએ ચોરની જોરદાર ધોલાઈ રહી. ચોર સાથે મારઝૂટની આ ઘટના નજીકમાં ઊભેલા એક યુવકે પોતાના કેમેરામાં કેદ કરી દીધી. ત્યારબાદ યુવકે તે વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. મહિલાનું નામ પૂજા છે જે દેવબંધની રહેવાસી છે. તે પોતાના દીકરાની સાથે પાણીપત પોતાની બહેનના ઘરે જઈ રહી હતી.
જેવી મહિલા કૈરાના પહોંચી ત્યારે શામલી બસ સ્ટેન્ડની પાસે પૂજાના હાથમાં જે બેગ હતી તેમાં રોકડ અને મોબાઇલ મૂકેલો હતો. તેને છીનવીને એક ચોર ભાગવા લાગ્યો. બાદમાં પોલીસ આરોપી ચોરને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ વીડિયો ફુટેજ અને મહિલાની ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડે ચોરને પકડી મહિલા પાસે લઈને આવે છે તો ગુસ્સે ભરાયેલી મહિલા ચોરને જૂતાથી ફટકારવા લાગે છે. ભીડે ચોરને પકડી રાખ્યો છે અને મહિલા તેને જૂતા ફટકારી રહી છે. એવામાં ત્યાં પોલીસકર્મી ત્યાં આવી પહોંચે છે અને તે ભીડની વચ્ચેથી ચોરને લઈને જતો રહે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર