સંદીપ સૈની, હિસાર. હરિયાણા (Haryana)ના હિસ્સા (Hisar) જિલ્લાના હાંસી શહેરમાં રખડતા ઢોર (Stray Cattles) અને વાંદરાઓના આતંક (Money Attack)ને કારણે શહેરવાસીઓનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આખલાના હુમલાના કારણે વૃદ્ધો સૌથી વધુ શિકાર બનતા હોય છે અને ક્યાંક વાંદરાઓના હુમલાના કિસ્સા પણ વાંચવા મળે છે. શનિવારે હાંસી શહેરમાં વોર્ડ નંબર 9માં એક વૃદ્ધિ મહિલાને શેરીમાંથી પસાર થતી વખતે આખલાએ શિંગડાથી ઉઠાવીને જમીન પર પટકી દીધી. ઘાયલ મહિલાને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવી પડી.
નોંધનીય છે કે, શહેરમાં રસ્તે રખડતા ઢોરોનો આતંક વધતો જઈ રહ્યો છે. ઘણા લોકો તેમના હુમલાના કારણે ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યા છે. મોટેભાગે વૃદ્ધ લોકોને આ ઢોર પોતાનો શિકાર બનાવે છે. વાંદરાઓની વસ્તી પણ વધી રહી છે અને જો નગર નિગમ દ્વારા કોઈ પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં મુશ્કેલી વધી શકે છે. શનિવારે શહેરના ચૈતા મોહલ્લામાં વૃદ્ધ મહિલા દયાવંતીને આખલાએ જોરદાર ઉછાળીને પટકી દીધી.
70 વર્ષીય ઘાયલ મહિલાને આસપાસના લોકોએ સંભાળ લીધી અને હૉસ્પિટલ લઈ ગયા જ્યાં તેમના માથા પર ટાંકા લેવા પડ્યા. આ ઘટના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. શહેરના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આવા હુમલા કરનારા પશુઓને પકડીને ગૌશાળામાં મોકલી દેવા જોઈએ. રસ્તે ચાલતા લોકો પર હુમલા કરવા ઉપરાંત ઢોર વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયા છે. આ ઉપરાંત વાંદરાઓના વધતા આતંકથી પણ અનેક વિસ્તારના લોકો પરેશાન થઈ ચૂક્યા છે.
પાણીપતમાં આખલાએ હુમલો કરતાં વૃદ્ધનું થયું હતું મોત
નોંધનીય છે કે, થોડાક દિવસ પહેલા પાણીપત (Panipat)ના સોધાપુર ગામમાં 63 વર્ષીય વૃદ્ધ (Old Man)પર હુમલો કરી આખલા (Bullock)એ તેમને ઘાયલ કરી દીધા હતા. ઘાયલ દીપચંદને તાત્કાલિક પાણીપતની સિવિલ હૉસ્પિટલ (Panipat Civil Hospital)માં લઈ જવામાં આવ્યા. જ્યાંથી તેમને પીજીઆઇ રોહતકમાં દાખલ કરવામાં આવ્યા. અહીં સારવાર દરમિયા વૃદ્ધનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલો ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera)માં કેદ થયો હતો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર