દેવદૂત બન્યો RPF કોન્સ્ટેબલ, ચાલતી ટ્રેનથી પડી ગર્ભવતી મહિલાનો બચાવ્યો જીવ, જુઓ VIDEO

દેવદૂત બન્યો RPF કોન્સ્ટેબલ, ચાલતી ટ્રેનથી પડી ગર્ભવતી મહિલાનો બચાવ્યો જીવ

Viral Video: વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ચાલતી ટ્રેનથી એક ગર્ભવતી મહિલા પ્લેટફોર્મ પર ઉતરતાં પ્રયાસ કરે છે. પણ તેનો પગ લપસે છે અને તે પડી જાય છે. એવામાં RPF કોન્સ્ટેબલ મહિલાએ દેવદૂત બનીને તેનો જીવ બચાવ્યો છે.

 • Share this:
  મુંબઇ: સોશિયલ મીડિયા પર દરરોજ કોઇને કોઇ વીડિયો વાયરલ (Viral Video) થાય છે.જેમાં કેટલાંક એવાં હોય છે જે લોકોનો જીવ બચાવે છેકે તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે. એવામાં હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વયારલ થયો છે. આ વીડિયો મહારાષ્ટ્ર (Maharashtra)નાં કલ્યાણ રેલવે સ્ટેશન (Kalyan Railway Station)નો છે. એક RPF કોન્સ્ટેબલ ટ્રેનમાંથી ઉતરતાં પડતી ગર્ભવતી મહિલાનો જીવ બચાવ્યો છે.

  આ વીડિયોમાં સમાચાર એજન્સી ANIની પોસ્ટ કરી છે. જેમાં જોવા મળે છે. મહારાષ્ટ્રનાં કલ્યાણ રેલવે સ્ટેશનથી સોમવારનાં એક ટ્રેન ઉપડી જેમાં યાત્રીઓમાં ટ્રેન પર ચઢવા ઉતરવાની હોડ લાગે છે.

  આ પણ વાંચો-ઓવૈસીએ ભારત-પાક મેચનો કર્યો વિરોધ, કહ્યું- 9 સૈનિકો માર્યા ગયા, આપ T-20 રમશો?

  ત્યારે જ ચાલતી ટ્રેનમાંથી એક ગર્ભવતી મહિલા પ્લેટફર્મ પર ઉતરવાનો પ્રયાસ કરે છે પણ તેનો પગ લપસી જાય છે. અને તેને પડતા જોઇ પ્લેટફર્મ પર હાજર તમામ લોકોમાં હડકંપ મચી જાય છે.  ચાલતી ટ્રેનની સાથે જ તેનાં નીચે પડ્યા બાદ ટ્રેનની નીચે જવાનો ખતરો હતો. એવામાં પ્લેટફર્મ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)નાં એક કોન્સ્ટેબલ SR ખાંડેકરે તુરંત જ સતર્કતા દેખાડી અને મહિલાને બચાવવા માટે છલાંગ લગાવી હતી. તેણે મહિલાને ખેંચી ટ્રેનમાં સુરક્ષિત દૂરી સુધી પહોંચી અને તેનો જીવ બચાવ્યો હતો.
  આ પણ વાંચો-ચીનમાં ચાલે છે અસલી Squid Game, એવી રીતે વેચાય છે કેદીઓનાં લીવર અને કિડની

  જાણકારી અનુસાર ચંદ્રેશ નામનાં વ્યક્તિ તેનાં બાળક અને 8 મહિનાની ગર્ભવતી પત્નીની સાથે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરવા માટે કલ્યાણ રેલવે સ્ટેશન પહોચ્યો હતો. પણ સ્ટેશન પર કોઇ ભૂલથી તે બીજી ટ્રેનમાં ચડી ગઇ હતી. જ્યારે ટ્રેન ચાલી તો તેને તેની ભૂલનો અહેસાસ થયો. આ બાદ તમામ નીચે ઉતરવા લાગ્યા અને ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરતા દરમિયાન ગર્ભવતી પત્ની પડી ગઇ જેને RPF કોન્સ્ટેબલે બચાવી લીધી.
  Published by:Margi Pandya
  First published: