અફઘાનિસ્તાનથી ભારત આવેલા બાળકને ચુંબન કરતી બહેનનો વાયરલ વીડિયો, તમારું દિલ જીતી લેશે

વીડિયોમાંથી લીધેલી તસવીર

Video of girl kissing baby who landed in India from Kabul: હાલ ઇન્ટરનેટ પર આ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે.

  • Share this:
Video of girl kissing baby who landed in India from Kabul: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કારસ્તાન કેટલા ભયાનક હશે તેનો ખ્યાલ ભારત દ્વારા રેસ્ક્યુ કરેલા લોકોના ચહેરા પરથી આવી જાય છે. 15 ઓગસ્ટે તાલિબાને રાજધાની કાબુલ પર કબજો કર્યા પછી અફઘાનિસ્તાનમાંથી નિરાશાના ઘણા દ્રશ્યો બહાર આવ્યા છે. ભારતની ધરતી પર પગ મુકતા જ ઘણા લોકોની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. આવું જ એક દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. ભારતીય વાયુસેનાના C-17 (Indian Air Force's C-17 aircraft) ટ્રાન્સપોર્ટ વિમાનમાં બાળકી પ્રેમથી નાના શિશુને ચુંબન કરતી હોવાનો વિડીયો વાયરલ (viral video) થયો છે. હાલ ઇન્ટરનેટ પર આ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે.

22 ઓગસ્ટના રોજ ફ્લાઈટ મારફતે કાબુલથી 168 મુસાફરોને હિન્ડન એરબેઝ પર લવાયા હતા. આ મુસાફરો પૈકીના એક બાળક પાસે ભારતીય પાસપોર્ટ નહોતો. અલબત સરકારે તેને રોક્યો નહીં. માતાના ખોળામાં રમી રહેલું આ બાળક ભારત પહોંચ્યા બાદ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક બાળકી તેને ચુંબન કરતી જોવા મળે છે. બાળકી ખૂબ ખુશ હોવાનું જણાય છે. સોશિયલ મીડિયામાં યુઝર્સને આ વિડીયો ખૂબ જ ગમ્યો છે. આ લાગણીસભર વિડીયોને અત્યાર સુધીમાં 2,18,000 વખત જોવાયો છે અને 18,000 લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો - અમદાવાદના યુવાનનું રહસ્યમય મોત: કોન્ડોમને બદલે ફેવિક્વિક વાપરતા જીવ ગયો?

ઉલ્લેખનીય છે કે, કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અંધાધૂંધી અને ભયાનકતાના દ્રશ્યો જોવા મળ્યા છે. તાલિબાન દ્વારા દેશ પર કબજો કરાયા બાદ અલગ અલગ દેશો તેમના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. ભારતે 23 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાંથી ત્રણ ફ્લાઇટમાં 400થી વધુ લોકોને બહાર કાઢ્યા છે. રવિવારે લવાયેલા 168 લોકોના જૂથમાં 72 અફઘાન હિન્દુઓ અને શીખોનો સમાવેશ થાય છે. મીડિયાના અહેવાલો મુજબ તેમાં અફઘાન સાંસદો નારેન્દ્ર સિંહ ખાલસા, અનારકલી હોનરિયાર અને તેમના પરિવારો પણ સામેલ હતા.ભારત દ્વારા વ્યાપક સ્તરે રેસ્કયુ ઓપરેશન ચાલુ છે. પહેલા કાબુલથી દોહા લઈ જવામાં આવ્યા હોય તેવા લોકોને પણ ભારત દ્વારા નવી દિલ્હી લવાયા છે. ભારતીય નાગરિકોને 135 અને 146 એમ બે ટુકડીઓમાં લાવવામાં આવ્યા હતા. તાજિકિસ્તાન મારફતે પણ 87 ભારતીય નાગરિકો અને બે નેપાળી નાગરિકોનું રેસ્કયુ થયું હતું.
Published by:Kaushal Pancholi
First published: