Home /News /national-international /

Video Viral:ક્લબમાં બાઉન્સર્સે યુવતીની છેડતી કરી, વિરોધ કરતા લાકડીઓથી માર-માર્યો

Video Viral:ક્લબમાં બાઉન્સર્સે યુવતીની છેડતી કરી, વિરોધ કરતા લાકડીઓથી માર-માર્યો

viral video : ગુરુગ્રામની જાણીતી ક્લબમાં બાઉન્સરો દ્વારા યુવતીની છેડતી કરાઈ, વિરોધ કરતાં ક્લબના બાઉન્સરોએ યુવક અને યુવતી પર લાકડીઓ વડે રસ્તા પર જ હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

viral video : ગુરુગ્રામની જાણીતી ક્લબમાં બાઉન્સરો દ્વારા યુવતીની છેડતી કરાઈ, વિરોધ કરતાં ક્લબના બાઉન્સરોએ યુવક અને યુવતી પર લાકડીઓ વડે રસ્તા પર જ હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

    દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. (Guru Gram Crime) અહીંની એક જાણીતી ક્લબમાં બે દિવસ પહેલા ત્યાં હાજર બાઉન્સરો દ્વારા ત્યાં આવેલી એક યુવતીની છેડતી કરાઈ હતી. (Bouncers molest girl at club) જ્યારે યુવતીની સાથે આવેલા યુવકે આનો વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. આ દરમિયાન ક્લબના ઘણા બાઉન્સરોએ યુવક અને યુવતી પર લાકડીઓ વડે રસ્તા પર જ હુમલો કર્યો. આ દરમિયાન કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. (Gurugram club Viral video)

    ગુરુગ્રામ પોલીસે કાસા ડાંઝા નામની ક્લબના બાઉન્સરો પર છેડતી, હુમલો અને લૂંટનો કેસ નોંધ્યો છે. (casa Danza club Bouncer) જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના 7-8 ઓગસ્ટની વચ્ચેની રાત્રે બની હતી. પરંતુ ત્રણ દિવસ બાદ પણ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.



    મળતી માહિતી મુજબ, આ બનાવ શનિવાર-રવિવારની વચ્ચે રાત્રે લગભગ 2 વાગ્યાનો છે. અહીં એક ઈન્ટરનેશનલ કંપનીનો મેનેજર તેના મિત્રો સાથે ગુરુગ્રામના ઉદ્યોગ વિહાર ફેઝ-2ના કાસા ડાન્ઝા ક્લબમાં પાર્ટી માટે ગયો હતો. આ દરમિયાન તેની સાથે મહિલા મિત્ર પણ હતી. જ્યારે આ તમામ લોકો ક્લબની અંદર પ્રવેશવા લાગ્યા, તે સમયે ક્લબના ગેટ પર હાજર બાઉન્સરોએ યુવતી સાથે અડપલા કર્યા. જ્યારે યુવતી અને તેના મેનેજર મિત્રએ વિરોધ કર્યો તો, બાઉન્સરોએ બધાને મારવાનું શરૂ કરી દીધું.

    આ પણ વાંચોઈન્દોરમાં કાંવડ યાત્રીઓ પર જીવલેણ હુમલાનો VIDEO, અડધો ડઝન યાત્રીકો ઘાયલ

    મામલો એટલો વધી ગયો કે બાઉન્સરોએ યુવક અને યુવતીને રસ્તા વચ્ચે જ માર મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ક્લબના અડધો ડઝન જેટલા બાઉન્સરોએ યુવતી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનાને સ્થળ પર હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં રેકૉર્ડ કરી લીધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કેસમાં ત્રણ દિવસ થઇ જવા છતાં ગુરુગ્રામ પોલીસ હજુ સુધી એકપણ આરોપીને પકડી શકી નથી. જો કે, ગુરુગ્રામ પોલીસે ઉદ્યોગ વિહાર પોલીસ સ્ટેશનમાં હુમલો, લૂંટ અને છેડતીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટનામાં ગુરુગ્રામ પોલીસ, પીડિતા અને ક્લબના મેનેજરે મીડિયાને નિવેદન આપવાનો ઈન્કાર કર્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Crime news, Gurugram

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन