Viral Video: 60 વર્ષની મહિલાએ માત્ર 96 સેકન્ડમાં પકડ્યો 20 કિલોનો અજગર

અજગરને શાંત રાખવા માટે વિદ્યા રાજૂ તેની સાથે વાતો કરતી રહી, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

અજગરને શાંત રાખવા માટે વિદ્યા રાજૂ તેની સાથે વાતો કરતી રહી, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

  • Share this:
    નવી દિલ્હી : અજગર (Python) જીવતો હોય કે મરેલો તેને જોઈએ લોકોની અંદર ડર ઊભી થઈ જાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર હંમેશાથી સાપ, અજગર કે પછી કંઈક અલગ અને ડર ઊભા કરતાં વીડિયો વાયરલ થતાં રહેતા હોય છે. આ 1.36 મિનિટના વીડિયોમાં એક મહિલાએ 20 કિલોના અજગરને જીવતો જ પકડી લીધો. આ વીડિયોને હરિન્દર સિક્કાએ શૅર કર્યો છે.

    આ વાયરલ વીડિયો (Viral Video) ઇરેનાકુલમ શહેરની એક કૉલોનીનો છે જ્યાં અજગર જોવા મળ્યો હતો. અજગરને જોઈ લોકો ડરના કારણે ભાગવા લાગ્યા. આ દરિયાન નેવી (Indian Navy)ના એક વરિષ્ઠ અધિકારની પત્ની વિદ્યા રાજૂએ તેને પકડી લીધો, અજગર ઝાડની નીચે ઘરના ઢગલાની નીચે છુપાઈને બેઠો હતો. 60 વર્ષીય વિદ્યાએ અજગરને મોઢેથી પકડીને એક કપડાના થેલામાં કેદ કરી દીધો.

    આ પણ વાંચો, Join Indian Air Force 2020: ધોરણ-12 પાસ માટે ઉત્તમ તક, જાણો કેવી રીતે પસંદગી થશે

    આ વીડિયોમાં વિદ્યાની સાથે એક યુવતી અને ત્રણ નેવીના અધિકારી હતા. વિદ્યા આ અજગર સાથે વાત પણ કરી રહી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યા અજગરને 'બચ્ચા' કહીને બોલાવી રહી છે. લોકોએ વિદ્યાની હિંમતના પેટ ભરીને વખાણ કર્યા.

    એક યૂઝરે કહ્યું કે, તે અજગર સાથે પ્રેમથી વર્તી રહી હતી જેથી તે કોઈને નુકસાન ન પહોંચાડે. અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી કે આવી દયાળુ મહિલાને મારા સલામ અને સન્માન. તેમના આ કાર્ય માટે મારી પાસે શબ્દો નથી.

    આ પણ વાંચો, પશ્ચિમ બંગાળમાં મળ્યો બે માથાવાળો સાપ, દૂધ પીવડાવવા ભીડ ઉમટી
    Published by:Mrunal Bhojak
    First published: