Viral video: મુંબઈમાં મહિલા રણચંડી બની, યુવક ઉપર લાકડી લઈને ફરી વળી, યુવક કરી આજીજી, પગે પડ્યો પણ ન છોડ્યો

વાયરલ વીડિયો પરથી તસવીર

Viral Video: એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી અવાવરું જગ્યામાં યુવકને લાકડી (girl beats boy) વડે જોરદાર માર મારી રહી છે. પીડિત યુવક યુવતીના પગે પડે છે પરંતુ યુવતી તેને માર મારવાનું ચાલું રાખ્યું છે.

  • Share this:
    મુંબઈઃ યુવક કે યુવતીઓને માર મારવાના વીડિયો અત્યારે સોશિયલ મીડિયા (social media) ઉપર ખૂબ જ વાયરલ થી રહ્યા છે ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી અવાવરું જગ્યામાં યુવકને લાકડી (girl beats boy) વડે જોરદાર માર મારી રહી છે. પીડિત યુવક યુવતીના પગે પડે છે પરંતુ યુવતી તેને માર મારવાનું ચાલું રાખ્યું છે. સોશિયલ મીડિયા (boy beaten video viral) ઉપર વાયરલ થયેલો આ વીડિયો મુંબઈનો (Mumbai) હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે ન્યૂઝ18 ગુજરાતી કોઈ પુષ્ટી કરતું નથી. યુવતી યુવકને કેમ મારી રહી છે એ અંગે પણ કોઈ જાણકારી મળી નથી.

    સોસિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શરુઆતમાં એક ઓટો રીક્ષામાં બે પુરુષ અને બે મહિલાઓ દેખાઈ રહી છે અને પાછળની સીટમાં પીડિત પુરુષ પણ બેઠો છે. આ સમયે બાજુમાં બેઠેલો પુરુષ પીડિતને માર મારી રહ્યો છે. આ દરમિયાન રીક્ષાની આગળ બેઠેલી મહિલા વીડિયો બનાવી રહી છે.

    વીડિયો પરથી લાગી રહ્યું છે કે પીડિતને રીક્ષામાં બેશાડીને ક્યાંક લઈ જઈ રહ્યા છે. ત્યારબાદ વીડિયોમાં દેખાય છે કે પીડિત યુવક કોઈ અવાવરું જગ્યા પર છે અને એક પુરુષ અને મહિલા તેને માર મારી રહી છે.

    આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

    આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

    આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

    ત્યારબાદ યુવકને જીન્સ અને ટોપ પહેલી યુવતી લાકડી લઈને યુવક ઉપર તુટી પડે છે. યુવક યુવતીને ના મારવા માટે આજીજી કરી રહ્યો છે. અને તેના પગે પડીને બે હાથ જોડીને માંફી માગીને છોડી મૂકવા માટે દયાની ભીખ માંગી રહ્યો છે. પરંતુ યુવતીએ સહેજ પણ દયા રાખ્યા વગર યુવકને મારવાનું ચાલુ રાખ્યું હતું.



    યુવતી દ્વારા રણચંડી સ્વરૂપ ધારણ કરીને યુવકને મારવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર માત્ર સોશિયલ મીડિયા વાયરલ વીડિયોની વિષયવસ્તુના આધારે છે. જોકે, ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની કોઈ પુષ્ટી કરતું નથી.
    Published by:ankit patel
    First published: