કુતરાને ક્રુર રીતે મારી રહ્યો હતો યુવક, દોડીને આવી ગાય અને લીધો બદલો, જુઓ રસપ્રદ Video

મોટાભાગના લોકો ગાયે યુવક પર કરેલા હુમલોને યોગ્ય ગણાવી રહ્યા છે અને તેને તેના કર્મનું ફળ બતાવે છે

Video viral- આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ભલે માણસ કોઇની પીડા ના સમજે પણ પ્રાણીઓ એકબીજાની પીડા જરૂર સમજે છે

 • Share this:
  સોશિયલ મીડિયામાં (social media)ક્યારે કયો વીડિયો વાયરલ (Video viral)બની જાય તે વિશે કોઇ કહેવાય નહીં. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં ઇન્ટરનેટ (Internet)પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. લોકો તેને જેવું કર્મ કરો તેવું ફળ મળે તેવી વાત કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક યુવક કુતરાને કોઇપણ કારણ વગર પરેશાન કરતો જોવા મળે છે. કુતરાને ગળેથી પકડીને તેને ઉપર તરફ ખેંચી રહ્યો છે. જેના કારણે કુતરો પરેશાન થતો જોવા મળે છે. આ દરમિયાન કુતરો દર્દના કારણે ભોંકતો પણ જોવા મળે છે. આ પછી વીડિયોમાં એક ટ્વિસ્ટ આવે છે.

  યુવક કુતરાને પરેશાન કરી રહ્યો હોય છે ત્યારે અચાનક ગાય દોડીને આવે છે અને પોતાના શિંગડાથી યુવક પર હુમલો કરે છે. જેના કારણે યુવક કુતરાને છોડી મુકે છે. યુવક કશું સમજે તે પહેલા ગાય તેના પર હુમલો કરે છે અને યુવકને ઇજા પહોંચાડે છે.

  આ પણ વાંચો - પોલીસ બનીને સ્ટેશનમાં ડ્યૂટી કરતો રહ્યો ‘નટવરલાલ’, થાનેદારથી લઇને SPને પણ ના પડી ખબર

  આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ભલે માણસ કોઇની પીડા ના સમજે પણ પ્રાણીઓ એકબીજાની પીડા જરૂર સમજે છે. મોટાભાગના લોકો ગાયે યુવક પર કરેલા હુમલોને યોગ્ય ગણાવી રહ્યા છે અને તેને તેના કર્મનું ફળ બતાવે છે.  આ પણ વાંચો - લગ્નના 15 દિવસ પહેલા યુવક ફિયાન્સીને છોડીને બીજી યુવતી સાથે ભાગી ગયો, પછી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ

  ગાયના હુમલા પછી યુવક અસહાય થઇને રસ્તા પર પડ્યો રહે છે. આ વીડિયોને ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે આ ફક્ત કર્મનું ફળ છે. ટ્વિટર પર પોસ્ટ કર્યા પછી આ વીડિયોને 1.3 લાખથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે અને લગભગ 3000થી વધારે લોકોએ રીટ્વિટ કર્યો છે. કોમેન્ટમાં યૂઝર્સે કુતરાને કષ્ટ આપનાર વ્યક્તિની ટિકા કરી છે. આ સિવાય તે વ્યક્તિને પણ નિશાના પર લીધો છે જે જાનવરની મદદ કરવાના બદલે વીડિયો બનાવતો રહ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: