બાગેશ્વર : ઉત્તરાખંડના (uttarakhand)બાગેશ્વરમાં આશ્ચર્યચકિત કરનારો કેસ આવ્યો છે. એક યુવકે પોતાની પત્ની પર દેહ વેપાર (prostitution)કરવાનો આરોપ લગાવ્યો છે. યુવકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જણાવી દઈએ કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં એક અશ્લિલ વીડિયો વાયરલ (viral video)થઇ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા જોવા મળે છે. આ મામલામાં હવે મહિલાનો પતિ સામે આવ્યો છે. તેણે દાવો કર્યો છે કે આ અશ્લિલ ક્લીપમાં (Pornographic clip)તેની પત્નીની છે. જે છેલ્લા ઘણા સમયથી તેના અલગ રહે છે.
મહિલાના પતિએ પોલીસને જાણકારી આપી છે કે તેની પત્ની ઘણા સમય પહેલા ઘર છોડીને ચાલી ગઈ હતી. પતિનો આરોપ છે કે ઘર છોડ્યા પછી હવે તે ખોટા ધંધા કરવા લાગી છે. યુવકે એસપીને વીડિયોની તપાસ કરવાની માંગણી કરી છે. સાથે પત્ની સામે ઉચિત કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
બાગેશ્વરના એસપી અમિત શ્રીવાસ્તવે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાનું દેહ વેપારમાં સામેલ થવા મામલે પોલીસ બધા પહેલુઓ પર તપાસ કરી રહી છે.
બાગેશ્વર પોલીસે જણાવ્યું કે ફરિયાદકર્તા પતિએ વરિષ્ઠ અધિકારીઓને એક ફરિયાદનામું પણ સોપ્યું છે. ફરિયાદ પત્રમાં યુવકે એસપીને વિનંતી કરતા માંગણી કરી છે કે તેની પત્નીની જલ્દીથી જલ્દી નારી નિકેતન મોકલવામાં આવે. ફરિયાદકર્તાએ પરિવાર અને ગામની બદનામીનો હવાલો આપીને જલ્દી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
મહિલાના પતિએ એ પણ આરોપ લગાવ્યો છે કે તેની આ વર્તુણકના કારણે આખા ગામની બદનામી થઇ રહી છે. યુવકે એ પણ કહ્યું કે તેની પત્ની ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે. આ કેસના કારણે બાગેશ્વર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ગામના લોકો મહિલા પર ઘણા ક્રોધિત છે. વિસ્તારમાં આ વીડિયોની ચર્ચા થઇ રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર