Home /News /national-international /Video: 'રામ રાખે તેને કોણ ચાખે', મુંબઇમાં વૃદ્ધ ટ્રેનની નીચે આવી ગયા, મોતના મુખમાંથી જીવતા નીકાળ્યા

Video: 'રામ રાખે તેને કોણ ચાખે', મુંબઇમાં વૃદ્ધ ટ્રેનની નીચે આવી ગયા, મોતના મુખમાંથી જીવતા નીકાળ્યા

મુંબઈ ટ્રેન નીચે વૃદ્ધ આવી ગયા, બચાવાયો જીવ

આ વૃદ્ધ વ્યક્તિ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક લોકોમોટિવ ટ્રેન સામેથી આવી ગઈ. વૃદ્ધ ટ્રેનની નીચે ટ્રેક પર પડી ગયા

મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઇથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ લોકોમોટિવ ટ્રેનની નીચે આવી ગયા છતા કહેવાય છે ને કે, 'રામ રાખે તેને કોણ ચાખે', ગજબ રીતે બચાવ થઈ ગયો. આ વીડિયો મુંબઇના કલ્યાણ વિસ્તારનો છે. ANIના અહેવાલ મુજબ, આ વૃદ્ધ વ્યક્તિ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક લોકોમોટિવ ટ્રેન સામેથી આવી ગઈ. પરંતુ લોકો પાઇલટની સમજદારી અને તત્કાલીક લીધેલા નિર્ણયથી એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ વ્યક્તિને જોતાં જ લોકો પાઇલટે ઇમરજન્સી બ્રેક્સ લગાવી, જેને પગલે અકસ્માત થવાથી બચી ગયો.

વીડિયોમાં જોઇ શકાય છે કે ટ્રેન રોકાતાની સાથે જ કેટલાક લોકો ત્યાં આવી ગયા અને વૃદ્ધને ટ્રેન નીચેથી બહાર કાઢવા મદદ કરવાનું શરૂ કરી દીધુ. તમને જણાવી દઈએ કે, મુંબઇમાં સતત ભારે વરસાદને લીધે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. તેમજ વરસાદને કારણે ટ્રાફિકને પણ અસર થઈ છે.

" isDesktop="true" id="1116363" >

ઉલ્લેખનીય છે કે, આવી જ એક અકસ્માતની ઘટનાનો વીડિયો ગીર સોમનાથથી પણ સામે આવ્યો છે. આ અકસ્માત રોડ અકસ્માતનો છે. જેમાં એક વ્યક્તિ જ્યારે જુનાગઢ બાયપાસ પરથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી એક કાર ચાલકે અડફેટે લઈ લેતા સ્થળ પર જ બાઈક ચાલકનું મોત થયું હતું.



જેમાં, જુનાગઢ બાયપાસ હાઈવે પર એક અજાણ્યો બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો, તે સમયે તે એક હાઈવે પરની હોટલ પાસે ઉભો રહી પાનના ગલ્લે ઈ કોઈઇ વસ્તુ ખરીદ્યા બાદ ફરી બાઈક લઈ જેવો મેઈન રોડ પર જાય છે, તે સમયે જ અચાનક પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કાર તેને અડફેટે લઈ લે છે, આ અક્સમાતમાં બાઈક ચાલક ફંગોળાઈ રોડ પર પટકાય છે. અકસ્માતનો અવાજ સાંભળતાજ નજીકની હોટલો સ્ટાફ અને અન્ય સ્થાનિક વાહન ચાલકો દોડી આવે છે. જોકે, કોઈ બચાવ ટીમ આવે તે પહેલા જ સેકન્ડોમાં જ યુવાનનું સ્થળ પર જ યુવાનનું મોત થાય છે.
First published:

Tags: Maharashtra, Senior-citizen, Train accident, Trending, Trending news, Video viral

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો