Home /News /national-international /એક હાથમાં પત્નીનું કપાયેલું માથું, બીજા હાથમાં છરી અને હસતો ચહેરો... વાયરલ વીડિયોથી આખો દેશ હચમચી ગયો

એક હાથમાં પત્નીનું કપાયેલું માથું, બીજા હાથમાં છરી અને હસતો ચહેરો... વાયરલ વીડિયોથી આખો દેશ હચમચી ગયો

પત્ની મોના હૈદરીના કપાયેલા માથા સાથે વ્યક્તિ.

Iran Man Behead Wife: ઈરાની અખબારો અને સોશિયલ મીડિયા પર આ હત્યાને લઈને આઘાત અને ગુસ્સો જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા લોકો સામાજિક અને કાયદાકીય સુધારાની માંગ કરી રહ્યા હતા.

  ગલીમાં પોતાની પત્નીનું કપાયેલું માથું બતાવતા એક વ્યક્તિના વાયરલ વીડિયોએ સમગ્ર ઈરાન (Iran)ને હચમચાવી નાખ્યું છે. જ્યારે આ વ્યક્તિને ખબર પડી કે તેની પત્નીનું કથિત રીતે અન્ય સાથે અફેર છે, ત્યારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને શંકા છે કે 17 વર્ષની મોના હેદરી (Mona Heidari)ની તેના પતિ અને તના બહેનોઇ દ્વારા દક્ષિણ પશ્ચિમ શહેર અહવાઝ (Southwestern City of Ahvaz)માં હત્યા કરવામાં આવી હતી. ઈરાનની ISNA ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે.

  સ્થાનિક પોલીસને ટાંકીને રાજ્યની સમાચાર એજન્સી IRNAએ અહેવાલ કહ્યું છે કે સોમવાર સુધીમાં અધિકારીઓએ "તેમના ઠેકાણા પર દરોડા દરમિયાન" બે લોકોની ધરપકડ કરી હતી. આ મુદ્દાએ ઈરાનના મહિલા બાબતોના ઉપ-પ્રમુખ, એનસિહ ખઝાલીને સંસદમાં "તાત્કાલિક પગલાં" લેવા અને આવી ઘટનાઓને રોકવા માટે જાગૃતિ લાવવા પ્રેરિત કર્યા.

  આ પણ વાંચો- Karnataka Hijab Row: કર્ણાટકમાં હિજાબ પર હંગામો, 3 દિવસ માટે તમામ શાળા-કોલેજો બંધ

  આ ઘટનાથી ઈરાનના લોકોમાં રોષ ફેલાયો હતો

  ઈરાની અખબારો અને સોશિયલ મીડિયામાં હત્યા પર આઘાત અને ગુસ્સો જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા લોકો સામાજિક અને કાયદાકીય સુધારાની હાકલ કરી રહ્યા છે. સુધારાવાદી દૈનિક સાઝંદેગીએ જણાવ્યું હતું કે, "એક માણસનું માથું કાપી નાખવામાં આવ્યું હતું, તેનું માથું શેરીઓમાં બતાવવામાં આવ્યું હતું અને હત્યારાને તેના પર ગર્વ હતો." તેમણે વધુમાં ઉમેર્યું, “આવી દુર્ઘટનાને આપણે કેવી રીતે સ્વીકારી શકીએ? આપણે પગલાં લેવા જોઈએ જેથી કરીને ફરી કોઈ મહિલા સાથે આવું ન થાય."

  આ પણ વાંચો- Arunachal Pradesh Avalanche: બરફના તોફાનમાં ફસાયેલા ભારતીય સેનાના 7 જવાન શહીદ

  મહિલાઓની સુરક્ષા માટે કાયદામાં સુધારાની માંગ

  લોકપ્રિય નારીવાદી ફિલ્મ નિર્માતા તહમિનેહ મિલાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "મોના હૈદરી વિનાશક અજ્ઞાનતાનો શિકાર હતી. આ ગુના માટે આપણે બધા જવાબદાર છીએ." હૈદરીની હત્યા બાદ, મહિલાઓને ઘરેલું હિંસા સામે રક્ષણ આપવા અને લગ્ન માટે કાયદેસરની ઉંમર વધારવા માટે કાયદામાં સુધારાની માંગ ફરી તેજ બની છે. હાલમાં ઈરાનમાં લગ્નની લઘુત્તમ ઉંમર 13 વર્ષ છે.

  ઓનર કિલિંગ માટે કાયદાકીય ખામીઓ જવાબદાર

  ઈરાની મીડિયા અનુસાર પીડિતા માત્ર 12 વર્ષની હતી જ્યારે તે પરિણીત હતી અને તેની હત્યા થઈ ત્યાં સુધીમાં તેને ત્રણ વર્ષનો પુત્ર હતો. વકીલ અલી મોજતાહેદઝાદેહે સુધારાવાદી પેપર શાર્ગમાં "ઓનર કિલિંગને પ્રોત્સાહન આપવા" માટે "કાનૂની છટકબારીઓ" ને દોષી ઠેરવી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Honor Killing, Iran, World news

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन