Home /News /national-international /

Viral Video: જ્યારે પાર્કમાં રમતા બાળકે લાકડી સમજીને જીવતા સાપને ઉઠાવી લીધો

Viral Video: જ્યારે પાર્કમાં રમતા બાળકે લાકડી સમજીને જીવતા સાપને ઉઠાવી લીધો

દીકરાએ સાપને ઉચક્યો તો વીડિયો ઉતારી રહેલો પિતા ચોંકી ગયો, બાદમાં દોડીને કર્યું કંઈક આવું, જુઓ Video

દીકરાએ સાપને ઉચક્યો તો વીડિયો ઉતારી રહેલો પિતા ચોંકી ગયો, બાદમાં દોડીને કર્યું કંઈક આવું, જુઓ Video

    વોશિંગટનઃ દરેક મા-બાપ પોતાના બાળકોની સાપથી હંમેશા દૂર રાખવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ જો એવી સ્થિતિ ઊભી થાય છે કે એક વર્ષનું બાળક રમતા રમતા અચાનક હાથમાં એક જીવતા સાપને ઉપાડી લે તો તમે શું કરશો. આવી જ એક ઘટના થોડા દિવસો પહેલા બગીચામાં રમતા એક બાળક સાથે બની હતી. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Video)માં આ બાળક પહેલા હાથમાં લાકડીથી રમતો જોવા મળી રહ્યો હતો. પછી અચાનક લાકડીને ફેંકીને ઘાસની વચ્ચે આરામ ફરમાવતા એક સાપને તેણે ઉઠાવી લીધો

    ‘ધ સન’ના વીડિયો મુજબ, બાળક અને તેના પરિવારની ઓળખ સ્પષ્ટ નથી થઈ શકી પરંતુ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેઓ કોઈ ગાર્ડન કે પાર્કમાં છે. વીડિયોમાં બાળક પાળેલા કૂતરાની સાથે રમી રહ્યું છે અને અચાનક ઘાસમાં આરામ ફરમાવતા એક સાપને લાકડી સમજીને ઉઠાવી લે છે. આ દરમિયાન બાળકના પિતા પોતાના મોબાઇલમાં વીડિયો શૂટ કરી રહ્યા હોય છે. બાળકના હાથમાં સાપ જોઈને તેઓ ગભરાઈ જાય છે. જોકે બાળકે આ પ્રકારે ઉઠાવી લેતા સાપ પણ ચોંકી જાય છે.

    આ પણ વાંચો, લગભગ બે મહિનાથી ‘ગુમ’ છે ચીની અબજપતિ જૈક મા, કંપનીની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ

    જોકે, પિતા તાત્કાલિક પોતાના દીકરા પાસે પહોંચી જાય છે અને તેના હાથમાંથી સાપ લઈને તેને દૂર ફેંકી દે છે. વીડિયોમાં જોવા મળતું કૂતરું પણ સાપને લાકડી સમજીને તેની પાસે જાય છે પરંતુ ડરીને પાછળ હટી જાય છે. વીડિયોમાં જોવા મળી રહેલો સાપ કઈ પ્રજાતિનો છે તેની સ્પષ્ટતા નથી થઈ. તેના કારણે એવું પણ જાણી શકાયું નથી કે સાપ ઝેરી હતો કે નહીં.

    આ પણ વાંચો, નવો સ્માર્ટફોન ખરીદ્યા બાદ ભૂલ્યા વગર બદલો આ 4 Settings, હંમેશા રહેશો ફાયદામાં

    સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેને શૅર પણ કરી રહ્યા છે. ટ્વીટર પર એક યૂઝરે વીડિયો શૅર કરીને લખ્યું કે, આ કારણે જ બાળકોને પાર્કમાં એકલા રમવા દેવા ન જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Child, Dog, Snake, Social media, Video viral, Viral news, Viral videos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन