માલગાડીની નીચેથી મહિલા નીકળી રહી હતી, અચાનક ટ્રેન ચાલવા લાગી, કેવી રીતે થયો ચમત્કારિક બચાવ, જુઓ Video

એક માલગાડી એક મહિલાની ઉપરથી પસાર થઇ હતી અને મહિલાનો વાળ પણ વાંકો થયો ન હતો

viral video - સિગ્નલ ના મળવાના કારણે ફાટક પર એક માલગાડી ઉભી હતી. તે દરમિયાન માલગાડીના નીચેથી મહિલા ઉતાવળમાં નીકળવા જતી હતી. જોકે અચાનક ટ્રેન ચાલવા લાગી

  • Share this:
    બલિયા : ઉત્તર પ્રદેશના (uttar pradesh)બલિયામાં (Ballia) એક મહિલાનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક વીડિયો ઝડપથી વાયરલ (Video viral)થઇ રહ્યો છે. જેમાં એક માલગાડી એક મહિલાની ઉપરથી પસાર થઇ હતી અને મહિલાનો વાળ પણ વાંકો થયો ન હતો. રેલવે સ્ટેશન પર ટ્રેક ઉપર માલગાડી ક્રોસ કરી રહી હતી. માલગાડીના નીચે એક મહિલા આવી ગઈ હતી. સ્થળ પર રહેલા લોકો મહિલાને સાહસ આપતા રહ્યા અને તેનો જીવ બચી ગયો હતો. આ ઘટના યૂપીના બલિયા જિલ્લાના સુરેમનપુર રેલવે સ્ટેશન (Railway station)પર સોમવારે બની હતી. આ વાયરલ વીડિયો બે દિવસ જૂનો બતાવવામાં આવી રહ્યો છે.

    માલગાડીના નીચે પડી મહિલાને લોકો કહેતા રહ્યા કે ઓહી તારે સુતલ રાહા ચાચી. થોડા સમય પછી માલગાડી ગુજરી અને મહિલાનો જીવ બચી ગયો. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સિગ્નલ ના મળવાના કારણે ફાટક પર એક માલગાડી ઉભી હતી. તે દરમિયાન માલગાડીના નીચેથી મહિલા ઉતાવળમાં નીકળવા જતી હતી. જોકે અચાનક ટ્રેન ચાલવા લાગી હતી અને આસપાસ ઉભેલા લોકો અને ગેટમેને ચિલ્લાવીને નીચે રેલવે ટ્રેક પર લેટી જવા કહ્યું હતું. આ પછી મહિલાની ઉપરથી ટ્રેન પસાર થઇ ગઈ હતી.

    આ પણ વાંચો - સરકારી શિક્ષકના બેંક લોકરમાંથી 1 કરોડ રોકડા અને 2 કિલોની સોનાની ઇટો મળી આવી, ક્યાંથી આવ્યા રૂપિયા?


    ટ્રેન ચાલી ત્યારે મહિલા સહિત આસપાસના લોકો પણ ચિંતિત બની ગયા હતા. ત્યાં પ્રત્યક્ષદર્શી અને ગેટમેને મહિલાને સીધા નીચે ઉંઘી જવા માટે કહ્યું તો તેણે મહિલા રેલવે ટ્રેક પર સીધી ઉંઘી ગઈ હતી. જે પછી માલગાડીના ડબ્બા મહિલાની ઉપરથી પસાર થયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ દ્રશ્યો કેદ થઇ ગયા છે.

    Kartarpur Corridor ખુલતા જ 73 વર્ષ પછી મળ્યા બે મિત્રો

    કરતારપુર કોરિડોરના ખુલતા જ ભાગલામાં અલગ પડેલા બે દોસ્તો ફરીથી મળ્યા હતા. ભારતના સરદાર ગોપાલ સિંહ પોતાના બાળપણના હવે 91 વર્ષના પાકિસ્તાની મિત્ર મોહમ્મદ બશીરને મળ્યા હતા. જોકે, બંને દોસ્તો 1947માં થયેલા ભાગલમાં બંને દોસ્તો વિખુટા પડ્યા હતા. લાંબા સમય બાદ એકબીજાને મળતા જ બંનેની આંખો હરખના આંસુથી ભીની થઈ ગઈ હતી. આ સમયે સરદાર ગોપાલ સિંહની ઉંમર 94 વર્ષ છે જ્યારે મોહમ્મદ બશીરની ઉંમર 91 વર્ષ થઈ ચુકી છે.

    પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ કરતારપુર કોરિડોર ખુલ્યા બાદ સરદાર ગોપાલ સિંહ ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરવા પાકિસ્તાન આવ્યા હતા. પાકિસ્તાનના નારોવાલના રહેવાસી મોહમ્મદ બશીર પણ ગુરુદ્વારા પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે બંનેએ એકબીજાને જોયા તો બંને એકબીજાના ચહેરા જાણીતા હોય એવું લાગ્યું હતું. થોડીક પૂછપરછ બાદ બંનેએ એકબીજાને ઓળખી લીધા
    Published by:Ashish Goyal
    First published: