Home /News /national-international /દિલધડક VIDEO : દીવાલ કરતા મજબૂત નસીબ, દીવાલ માથે પડી પણ જીવ બચ્યો

દિલધડક VIDEO : દીવાલ કરતા મજબૂત નસીબ, દીવાલ માથે પડી પણ જીવ બચ્યો

દિવાલ ધરાશાયી - વીડિયો

Wall fall on man Video : ટ્વિટર પર અજબ-ગજબ વીડિયો શેર થતા હોય છે. તાજેતરમા એક વીડિયો શેર થયો હતો, જેમાં એક માણસ સાથે થયેલો ભયંકર અકસ્માત જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ નસીબદાર હશે જેથી આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો.

અકસ્માત કોઈપણ સાથે અને ગમે ત્યારે થઈ શકે છે. જેના કારણે લોકોની જવાબદારી છે આંખ-કાન ખુલ્લા રાખવા, ઘણી વખત બેદરકારીમાં મોટી ભૂલ થઈ જાય છે,(Bizarre Video) જેમાં પસ્તાવા સિવાય બીજું કંઈ બચતું નથી. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.(Twitter Viral Video) જેમાં વ્યક્તિની ભૂલને કારણે બીજી વ્યક્તિન પર દિવાલ માથે પડે છે. આ એવી ઘટના હતી કે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે.(Wall fall on man Video)

ટ્વિટર એકાઉન્ટ 'Best Video' પર અવારનવાર આવા અજબ-ગજબ વીડિયો શેર કરવામાં આવે છે. ક્યારેક લોકો સાથે થયેલા ગંભીર અકસ્માતના વીડિયો પણ શેર કરવામાં આવે છે, (Viral video Wall fall on Man) તાજેતરમાં, આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો, જેમાં એક માણસ સાથે અકસ્માત થતો જોવા મળી રહ્યો છે. તે નસીબદાર હશે જેથી આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો.



માણસ પર દિવાલ પડી

વીડિયોમાં એક વ્યક્તિ હથોડા વડે બિલ્ડિંગની અંદરની દિવાલ તોડી રહ્યો છે. જેમાં નીચેથી તૂટેલી દિવાલ જોવા મળે છે. વ્યક્તિ ઘણી વાર હથોડો મારે છે, પણ દિવાલ પર કોઈ અસર થતી નથી. એટલામાં બીજી વ્યક્તિ દિવાલ નીચેથી પસાર થવા જઇ રહી છે. તેના આવતાની સાથે જ દિવાલ તૂટી જાય છે અને સીધી તે વ્યક્તિ પર પડે છે. આ અકસ્માતમાં તે વ્યક્તિ ઘાયલ થાય છે, પરંતુ તેની હિલચાલથી સમજી શકાય છે કે, તે જીવિત છે. જો કે આવા અકસ્માતમાં મૃત્યુ પણ થઈ શકે છે.

આ પણ વાંચોપત્નીથી છૂટકારો મેળવવા પતિનું રાક્ષસી કૃત્ય, ચાલુ ટ્રક આગળ પત્નીને ફેંકી કરી હત્યા

આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી

આ વીડિયોને 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે જે વ્યક્તિ પર દિવાલ પડી તે જોઈને લાગે છે કે તે તે બાંધકામની જગ્યાનો બોસ છે. સારું છે કે દિવાલ તેના પર પડી, જેથી તે ભવિષ્યમાં પોતાના માટે અને કામદારો માટે હેલ્મેટ ખરીદવાનું યાદ રાખશે.
First published:

Tags: Accident video, Ajab Gajab, Ajab gajab news, Latest viral video