શું તમે જોયો વિંગ કમાન્ડર અભિનંદનનો વાયરલ થઈ રહેલો આ VIDEO!

વીડિયો કેપ્ચર ફોટો

ભારતીય વાયુસેનાએ કાશ્મીરી ઘાટીમાં સુરક્ષા કારણોને લઈ શ્રીનગર એરબેઝ પરથી અભિનંદનની ટ્રાંસફર કરી દીધી છે

 • Share this:
  વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તે પોતાના સહકર્મીઓ સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યો છે. 1.59 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઓછામાં ઓછા પાંચ લોકો અભિનંદનની આસપાસ છે. વીડિયોના શરૂઆતના સમયમાં અભિનંદન સાથે તેમના સહકર્મી તસવીર ક્લીક કરાવતા જોવા મળી રહ્યા છે.

  વીડિયોમાં આગળ તમે જોઈ શકો છો કે, લગભગ 10 જવાન ઉભા છે, જે અભિનંદન સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યા છે. આ વીડિયોમાં અભિનંદન પોતાના સહકર્મીઓ સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે.

  વીડિયોમાં જવાન ભારત માતાની જયના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.

  27 ફેબ્રુઆરીએ ભારતીય સીમામાં પ્રવેશ કરીને પાકિસ્તાન એરફોર્સના વિમાનોનો પીછો કરતા સમયે વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ 21 વિમાન નીચે પડી ગયું હતું અને તે પાકિસ્તાની વિસ્તારમાં પહોંચી ગયો હતા. ત્યાં લગભગ 60 કલાક રહ્યા બાદ તે ભારત પાછા ફર્યા હતા.  મળતી જાણકારી અનુસાર, ભારતીય વાયુસેનાએ કાશ્મીરી ઘાટીમાં સુરક્ષા કારણોને લઈ શ્રીનગર એરબેઝ પરથી અભિનંદનની ટ્રાંસફર કરી દીધી છે. હવે અભિનંદનને પશ્ચિમી વિસ્તારમાં મહત્વપૂર્ણ એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે.
  Published by:kiran mehta
  First published: