Viral Video: બ્રાઝીલની લૂંટારું ગ્રેંગે 4 બેંકોમાં કરી Robbery, પોલીસથી બચવા રસ્તા પર ઉડાવી નોટો

10 ગાડીઓમાં 30 અપરાધી હતા અને તેમણે પોલીસના પહોંચવાના રસ્તા બંધ કરી દીધા હતા, જુઓ વાયરલ વીડિયો

10 ગાડીઓમાં 30 અપરાધી હતા અને તેમણે પોલીસના પહોંચવાના રસ્તા બંધ કરી દીધા હતા, જુઓ વાયરલ વીડિયો

  • Share this:
    બ્રાસીલિયાઃ બ્રાઝીલ (Brazil)ના સાંતા કેટરીના સ્ટેટના ક્રિશૂમા (Criciúma) શહેરમાં એક એવો મામલો સામે આવ્યો છે જે ઘણો ફિલ્મી છે. અહીં લૂંટારૂઓની એક ગેંગે પહેલા એક બેંક લૂંટી અને પછી ભાગવા દરમિયાન લૂંટેલા પૈસાનો મોટો હિસ્સો શહેરના રસ્તાઓ પર વિખેરી દીધો. તેના કારણે શહેરના અનેક હિસ્સામાં ટ્રાફિકજામ લાગી ગયો અને લોકોની ભીડ નોટ લેવા માટે દોડી પડ્યા. આ અનોખી લૂંટનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

    ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કાળા રંગની હુડી પહેરેલો લૂંટારો ત્યાંથી જઈ રહ્યો હતો અને ઓછામાં ઓછા 6 લોકોને તેણે બંદી બનાવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં અલગ-અલગ સ્થળે થયેલા ફાયરિંગમાં એક પોલીસકર્મી સહિત બે લોકો ઘાયલ થયા છે. ગ્લોબો ટેલિવિઝન નેટવર્ક મુજબ, ઓછામાં ઓછી 10 ગાડીઓમાં 30 અપરાધી હતા અને તેઓએ પોલીસના પહોંચવાના રસ્તા બંધ કરી દીધા હતા. ત્યાં સુધી કે ઘટનાની તસવીરોમાં બેંકનું કપાયેલું વોલ્ટ જોવા મળ્યું અને અપરાધીઓની ગાડીઓ પણ જેમાં બેસીને તેઓ ફરાર થઈ ગયા.

    આ પણ જુઓ, Viral Video: એમ્બ્યૂલન્સમાં ઘૂસીને સારવાર કરવા લાગ્યો વાંદરો, દર્દીના ઉડ્યા હોશ!

    સોશિયલ મીડિયા પર ખૂબ થયો વાયરલ

    બ્રાઝીલના સિંગર-સોન્ગરાઇટર જેલ ફ્લોરિજેલે ટ્વીટર પર ફુટેજ શૅર કર્યા છે જેમાં લોકો નોટોને પકડવા માટે દોડતા જોવા મળી રહ્યા હતા. તેઓએ ટ્વીટ કર્યું કે, બ્રાઝીલના ક્રિશૂમા શહેરમાં Mega Loot બાદ જમીન પર વિખેરાયેલી નોટો ઉઠાવતા લોકો. મહામારી હોવા છતાંય લોકોની ક્રિસમસ સારી જશે. ગેંગ એક્સપર્ટ લાગી રહી છે અને તેમની પસો બજૂકા હતી.

    આ પણ જુઓ, Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર

    શહેરના મેયર ક્લેસિયો સલ્વારોએ ટ્વીટર લોકોને અપીલ કરી કે તેઓ પોતાના ઘરોમાં જ રહે અને સતર્ક રહે, પોલીસને તેમનું કામ કરવા દે. તેઓએ લખ્યું કે શહેરને નિશાન બનાવવામાં આવ્યું છે. સૈન્ય પ્રશાસન અને સુરક્ષા દળોની સાથે સ્થિતિને મોનિટર કરવામાં આવી રહી છે. શહેરમાં લગભગ 3થી 4 સ્થળો પર લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શહેરના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય થયું નથી.
    Published by:Mrunal Bhojak
    First published: