નવી દિલ્હી. બિઝનેસમેન અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મજેદાર વીડિયો અને તસવીરો પણ શૅર કરે છે. સાથોસાથ જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરવાનું પણ પસંદ છે. આ ક્રમમાં તેઓએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર દિલ્હીના બે ભાઈઓનો વીડિયો શૅર કર્યો છે. તેની સાથે જ તેમની મદદ કરવા માટે પણ લોકો પાસેથી માહિતી માંગી છે.
મૂળે, આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જે બે ભાઈઓનો વીડિયો શૅર કર્યો છે તે દિલ્હીમાં કચરો એકત્ર કરે છે. પરંતુ બંને કામ ઉપરાંત તેમની અંદર ખાસ ટેલેન્ટ છે. બંને ભાઈ ખૂબ જ સારું ગાય પણ છે. તેમના નામ હાફિજ અને હબીબુર (Hafiz and Habibur) છે.
Their talent is raw, but obvious. Rohit & I would like to support their further training in music. Could anyone in Delhi share any information regarding a possible music teacher/voice coach who could tutor them in the evenings, since they work all day? (2/2) pic.twitter.com/sV4rHAqcDZ
આનંદ મહિન્દ્રાના દોસ્ત રોહિત કટ્ટરે આ વીડિયો મોકલ્યો હતો. તે વીડિયોને તેઓએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શૅર કર્યો. તેની સાથે જ તેઓએ લખ્યું કે, અતુલનીય ભારત. મારા દોસ્ત રોહિત કટ્ટરે આ વીડિયોને શૅર કર્યો છે. તેમને તે સોશિયલ મીડિયા પર મળ્યો. બે ભાઈ હાફિજ અને હબીબુર ઘણા મહેનતુ છે અને દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં કચરો ઉઠાવે છે. આ ચીજની કોઈ કલ્પના નથી કે ટેલેન્ટ ક્યારે - ક્યાં મળી જાય.
આનંદ મહિન્દ્રાએ બીજી પોસ્ટમાં લખ્યું કે, આ બંનેની ટેલેન્ટ કમાલની છે. રોહિત અને મેં નક્કી કર્યું છે કે અમે તેમની સંગીતની ટ્રેનિંગમાં મદદ કરીશું. શું કોઈ દિલ્હીમાં રહેતા એવી વ્યક્તિને જાણે છે જે આ બંને ભાઈઓને સાંજના સમયે સંગીત શીખવાડનાર કોઈ મ્યૂઝિક ટીચર મળી શકે. તેઓ આખો દિવસ કામ કરે છે. આ પણ વાંચો, OMG! IPLમાં ખેલાડીઓની Salary પાછળ અત્યાર સુધીમાં ખર્ચાયા રૂ. 6144 કરોડ રૂપિયા
આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમાંથી એક વીડિયો 1.17 લાખથી વધુ વાર લોકોએ જોયો છે. બીજા વીડિયોને 56 હજારથી વધુ વ્યૂ મળ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર