દીકરીએ કરીના કપૂર જેવી મમ્મી લાવવાની જીદ કરી, પપ્પાએ આપ્યો મજેદાર જવાબ

કરીના કપૂર (ફાઇલ ફોટો)

Viral Video- સોશિયલ મીડિયા (Social media)પર બાળકોના અનેક મજેદાર વીડિયો તમે જોયા હશે. તેમની માસૂમિયત અને કાલીઘેલી બોલી લોકોના દિલ જીતી લે છે

  • Share this:
મુંબઈ : સોશિયલ મીડિયા (Social media)પર બાળકોના અનેક મજેદાર વીડિયો (Viral Video) તમે જોયા હશે. તેમની માસૂમિયત અને કાલીઘેલી બોલી લોકોના દિલ જીતી લે છે. તેમાં પણ કોરોના કાળ દરમિયાન અનેક આવા મજેદાર વીડિયો વાયુ વેગે વાયરલ (Viral)થયા છે, કારણ કે શાળાઓ બંધ હતી અને બાળકો પાસે ઘણો ફ્રી ટાઇમ હતો. ત્યારે આજે અમે તમને એક વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ, જેમાં બાળકીની માંગ સાંભળીને તમે ચકિત થઇ જશો. બાળકીએ કંઇક એવું કહી દીધું કે સોશિયલ મીડિયા પર લોકો અચંબિત થઈ ગયા.

બાળકીએ શું કહ્યું?

મોટા લોકોની જેમ બાળકો પણ જ્યારે ગુસ્સામાં હોય છે, ત્યારે તેઓ કંઈ પણ બોલી દે છે. આ વાયરલ વીડિયોમાં બાળકીએ પોતા પિતા પાસે ડિમાન્ડ કરી કે, મારી મમ્મી સારી નથી, મારે સાવકી મમ્મી જોઇએ છે. માર્કેટથી સાવકી મમ્મી લઈ આવો. તમે તેને ફોન કરો એટલે તે આવી જશે. ત્યારે તેના પપ્પા પૂછે છે કે તારે કેવી મમ્મી જોઇએ છે કરિશ્મા કપૂર જેવી કે પછી કરીના કપૂર જેવી. તો બાળકી કહે છે કે, તેને કરીના કપૂર જેવી મમ્મી જોઇએ છે. તેના પપ્પા પૂછે છે, તે કરીના કપૂરને જોઈ છે. બાળકી કહે છે, હાં મેં જોઇ છે. તો તેના પપ્પાએ કહ્યુ કે, તે તો સૈફ અલી ખાનની પત્ની છે. ત્યારે બાળકીએ પણ ખૂબ મજેદાર જવાબ આપ્યો કે, તો બીજી કરીના જોઇએ છે.

આ પણ વાંચો - OMG Video : આ યુવતીની આંખમાંથી આંસુઓની સાથે ટપકે છે પત્થરના નાના ટુકડા

બાળકીની આ જીદ અંગે તેના પપ્પા તેને ઘણું સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ બાળકી તેમની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો યુપીના પાટનગર લખનઉમાં યૂટ્યુબ પર બર્ફી ટીવી નામની ચેનલમાં અપલોડ કરવામાં આવ્યો છે. 5 મિનિટથી વધુનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જેમાં બાળકીના એક્સપ્રેશન જોઇને તમે પણ તમારી હસી રોકી નહીં શકો.
First published: