દારૂના નશામાં ધૂત થઈ બાઇક ચલાવતા શખ્સનો જોખમી Video, પોલીસે ભણાવ્યો પાઠ

પ્રતિકાત્મક તસવીર

viral videoમાં નશામાં ધૂત બાઇક ચાલકની હરકત જોવા મળે છે. જે વાયરલ થઈ રહ્યો છે. ચાલક નાશમાં ધૂત હોવાથી સીધી લાઈનમાં બાઇક ચલાવી પણ શકતો નથી.

  • Share this:
    Viral Video: દારૂ પીને વાહન ચલાવવું (Drunk driving) અપરાધ છે. દારૂ પીધા બાદ તમે ગમે તેટલા હોશમાં હોવ તો પણ તેને ગુનો જ ગણાય છે. દારૂ પીને વાહન ચલાવવાથી વ્યક્તિ પોતાની જાતને તો જોખમમાં મૂકે જ છે, સાથે જ માર્ગ પર રહેલા અન્ય લોકો પર પણ ખતરો ઉભો કરે છે. આવા જ એક કિસ્સાનો વિડીયો સાયબરાબાદ પોલીસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. રોડ પર લગાવવામાં આવેલા સિક્યોરિટી કેમેરાના વિડીયોમાં (CCTV Video) નશામાં ધૂત બાઇક ચાલકની હરકત જોવા મળે છે. જે વાયરલ થઈ રહ્યો છે.

    સીસીટીવી કેમેરામાં કેદ આ કલીપની ફ્રેમમાં ઘુસતાની સાથે જ વ્યક્તિ હેલ્મેટ કાઢી રિયરવ્યુ મિરર પર ટીંગાડી દે છે. ચાલક નાશમાં ધૂત હોવાથી સીધી લાઈનમાં બાઇક ચલાવી પણ શકતો નથી. તે આગળ જઈ રોડની બાજુમાં પડી જાય છે. જેથી લોકો તેને ઉભો કરે છે. દારૂ પીધેલી હાલતમાં હોવા છતાં તે ફરીથી બાઇક ચલાવવાનો નિર્ણય લે છે. તે ફરી બાઇક ચલાવવા લાગે છે. પરંતુ આગળ જઈ બાઇક પર કાબૂ ગુમાવે છે. પરિણામે અન્ય વાહન ચાલકોને પણ જોખમમાં મૂકે છે.

    આ પણ વાંચો - ગુરુ રંધાવાનું નવું Song 'Nain Bengali' રિલીઝ થતાની સાથે જ Youtube પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહ્યું!

    સાયબરાબાદ પોલીસ દ્વારા આ વિડીયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેલગુ ભાષાના કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં આ બનાવની તારીખ, સમય અને સ્થળ દર્શાવવામાં આવ્યા છે. લોકોને ક્યારેય દારૂ પીને વાહન ન ચલાવવાની વિનંતી સાથે આ વિડીયો પૂરો થાય છે.



    આ પણ વાંચો - PHOTOS: મોલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર, વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ 5 યુવતી, 3 યુવક

    ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈના રોજ ટ્વિટર પર શેર થયા બાદ વિડીયો 42 હજારથી વધુ વખત જોવાયો છે. આ વિડીયોને 2 હજાર લાઈક મળી છે. યુઝર્સે રીપ્લાય સેક્શનમાં પોતાના વિભિન્ન મંતવ્યો પણ શેર કર્યા છે. કેટલાક લોકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સખત પગલાં લેવાની માંગ કરી હતી. અન્ય લોકોએ સાયબરાબાદ પોલીસ દ્વારા કરાયેલી જાગૃતિની પહેલની પ્રશંસા કરી હતી.

    ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયાનો સાયબરાબાદ પોલીસે પ્રથમ વખત પ્રયાસ કર્યો હોય તેવું નથી. માર્ગ સુરક્ષાને સમજાવવા પોલીસ ઘણી વખત વિડીયોમાં રમૂજ કરતી હોય છે.
    First published: