અજમેર : રાજસ્થાનના (rajasthan)અજમેર (Ajmer)માં મિલકતના વિવાદને લઈને બે મહિલાઓએ સરાજાહેર મારામારી (Fight between women) કરી હતી. લડતી વખતે તેમને આસપાસની સ્થિતિનું ભાન રહ્યું ન હતું અને ગટરમાં ખાબકી હતી. ગટરમાં પડ્યા છતાં તેઓ ઝઘડી રહી હતી. આ દરમિયાન બાકીના પરિવારજનો (Family) તેમને છોડાવવાની જગ્યાએ ઝઘડામાં જોડાઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે બંને મહિલાઓ કરોડપતિ ઘરની છે અને સંબંધમાં દેરાણી-જેઠાણી છે.
શા માટે થયો ઝઘડો?
બુધવારે મોડી સાંજે બ્યાવર શહેરના તાતગઢ રોડ સ્થિત નાયરા પેટ્રોલ પંપ પર પ્રોપર્ટીના વિવાદને લઈને બંને જૂથ આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથની મહિલાઓ ઝઘડી પડી હતી. ત્યારે સ્થિતિ એવી થઈ ગઈ કે એકબીજા સાથે મારામારી કરનારી મહિલાઓ પેટ્રોલ પંપ નજીક પસાર થતી ગટરમાં પડી ગઈ હતી અને ગટરમાં પણ તેઓ એકબીજાના વાળ પકડીને મારામારી કરવા લાગી હતી! બીજી તરફ એક શખ્સ પણ ગટરમાં કૂદી પડ્યો હતો અને મહિલાઓ સાથે મારામારી કરવા લાગ્યો હતો.
આ દરમિયાન અન્ય જૂથના શખ્સે ગટરની ઉપરના તરફથી અન્ય શખ્સને ગંભીર લાતો મારી હતી. આ ઝઘડો ખૂબ વધી ગયો હતો જેથી ત્યાંથી પસાર થતા લોકોએ વચ્ચે પડીને ગટરમાં પડી ગયેલી મહિલાઓને બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને જૂથના લોકોને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. જ્યાં બન્ને જૂથોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. " isDesktop="true" id="1219498" >
પોલીસે શરૂ કરી તપાસ
પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી રહી છે. શહેર પોલીસ સ્ટેશનના અધિકારી સુરેન્દ્રસિંહ જોધાએ જણાવ્યું હતું કે, નાયરા પેટ્રોલપંપના માલિક નરેન્દ્રકુમાર આર્ય અને તેમના પરિવારના સંગીતા કુમાવત વચ્ચે મિલકતનો વિવાદ ચાલે છે. આ વિવાદને લઈને બંને પક્ષના લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. બંને તરફથી ફરિયાદ મળી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
આ બનાવ મામલે વધુ વિગતો મુજબ, અગાઉ પણ એક સામાજિક પ્રસંગમાં અન્ય જૂથે પેટ્રોલ પંપ માલિક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે હુમલાખોરોને અટકાયતમાં લીધા હતા. પરંતુ ફરી એકવાર બંને પક્ષો વચ્ચે વિવાદ થયો છે. આ વખતે સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર બની હતી જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર