ઇન્ટરનેટની દુનિયામાં અનેક વિડીયો વાયરલ (Video Viral) થઇ રહ્યા છે. કેટલાક વિડીયો ભાવુક હોય છે. જે તમારી આંખોમાં આંસુ લાવી દે છે. જયારે કેટલાક વિડીયો એટલા રમૂજી (Funny Video) હોય છે કે, લોકો હસવાનું રોકી શકતા નથી. કેટલીક વાર ઇન્ટરનેટ (Internet) પર એવા વિડીયો પણ સામે આવે છે, જે જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા (Social Media) પર ફરી રહ્યો છે. જે જોઈને તમે ધ્રુજી જશો. આ વિડીયોમાં 6 લોકો મોતના મુખમાંથી બહાર આવ્યા હોવાનું જોવા મળે છે.
ViralHog દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વિયેતનામમાં (Vietnam) 6 સભ્યોનો પરિવાર ડિનર (Family Dinner) કરી રહ્યો હોવાનું જોઈ શકાય છે. ત્યાં અચાનક બાળકને કોઈ વિચિત્ર અવાજ સંભળાય છે. જેથી તે આમતેમ જુએ છે. તે પંખા (Ceiling Fan) તરફ જુએ છે, ત્યાં જ પંખો તેમની ઉપર પડે છે. પણ ચમત્કારિક રીતે પંખાની એકદમ નીચે બેઠેલા નાના છોકરાને કોઈ ઈજા થતી નથી. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પંખો પડતા જ મહિલા દોડી આવે છે અને બાળકને લઈ જાય છે. ત્યારબાદ બાળકના પિતા પંખાને એકતરફ મૂકી ફરીથી ડિનર શરૂ કરી દે છે. આ ઘટનામાં પરિવારને ઈજા થઈ નથી. પરંતુ માનસિક આઘાત લાગ્યો છે.
આ વિડીયો 8 જુલાઈ 2021ના રોજ વિયેતનામ (Vietnam)ના બેક નિન્હમાં સામે આવ્યો હતો. વિડીયો પોસ્ટ થયા બાદ 44 હજાર લોકોએ આ વિડીયો જોયો છે. લોકો આ વિડીયો (Video) જોઈને ચોંકી ગયા છે. ઘણા લોકોએ આ વિડીયોને અકલ્પનિય ગણાવ્યો છે. જ્યારે ઘણા યુઝર્સે પરિવારને ભાગ્યશાળી ગણાવ્યો છે.
યુટ્યૂબ (YouTube) પર યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, આ ચમત્કાર (Miracle) છે. એક યુઝરે બાળકના સિક્સ્થ સેન્સે (Child Sixth Sense) તેમને બચાવ્યા હોવાનું લખ્યું છે. ઉલ્લેખનીય છે કે, ViralHog દ્વારા લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા આવા વિડીયો અવારનવાર શેર કરવામા આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર