Home /News /national-international /પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આખલાને ચડાવી દીધો, કહ્યું- સાહિબગંજ ઉતારી દેજો, જુઓ video

પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આખલાને ચડાવી દીધો, કહ્યું- સાહિબગંજ ઉતારી દેજો, જુઓ video

ઝારખંડના (jharkhand)સાહિબગંજથી (sahibganj)જામલપુર (બિહાર) વચ્ચે ચાલતી ઇએમયુ પેસેન્જર ટ્રેનમાં એક આખલો સફર કરતો જોવા મળ્યો

Viral video - મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન પર 10-12 લોકોએ આખલાને પેસેન્જર ટ્રેનમાં ચડાવી દીધો હતો અને આખલાને સીટના હેન્ડલ સાથે દોરડા વડે બાંધી દીધો હતો

તમે ક્યારેય ટ્રેનમાં આખલાને (bull ride in train)સફર કરતા જોયો છે. જો ના જોયો હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ. ઝારખંડના (jharkhand)સાહિબગંજથી (sahibganj)જામલપુર (બિહાર) વચ્ચે ચાલતી ઇએમયુ પેસેન્જર ટ્રેનમાં એક આખલો સફર કરતો જોવા મળ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral video)થઇ રહ્યો છે.

યાત્રીઓએ જણાવ્યું કે મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન પર 10-12 લોકોએ આખલાને પેસેન્જર ટ્રેનમાં ચડાવી દીધો હતો અને ટ્રેનમાં સફર કરી રહેલા લોકોને કહ્યું હતું કે તેને સાહિબગંજ ઉતારી દેજો. આખલાને સીટના હેન્ડલ સાથે દોરડા વડે બાંધી દીધો હતો. કોચમાં બેઠેલા મુસાફરો આ બધુ જોઈ રહ્યા હતા પરંતુ ડરના માર્યા કોઈએ રોકવાનો પ્રયાસ કર્યો ન હતો



આ પણ વાંચો - સાપ કરડવાથી મોટા ભાઈનું મોત, અંતિમ સંસ્કાર માટે આવેલા નાના ભાઈને પણ સાપે ડંખ માર્યો, થયું મોત

મિર્ઝા ચોકી સ્ટેશન પર અજીબોગરીબ નજારો જોવા મળ્યો હતો. સાહિબગંજથી એક પેસેન્જર ટ્રેન રવાના થઇ રહી હતી આ દરમિયાન મિર્ઝા ચોરી રેલવે સ્ટેશન પર 10થી 12 અજાણ્યા લોકોએ એક આખલાને ટ્રેનમાં ચડાવી દીધો હતો. જ્યાં સુધી કોઇની નજર પડે ત્યાં સુધીમાં અજાણ્યા વ્યક્તિઓ આખલાને પેસેન્જર ટ્રેનમાં બાંધીને સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.

મિર્ઝા ચોકી આરપીએફના જવાન અને મિર્ઝા ચોકી પ્રશાસનને નજર આખલા પર પડી ન હતી. લોકોના મતે કાનૂન વ્યવસ્થાને લઇને લાપરવાહી જોવા મળી રહી છે. આવી લાપરવાહી ના થાય તે માટે પ્રશાસને સતર્ક રહેવાની જરૂર છે. લોકોએ કહ્યું હતું કે જો આખલો ઉગ્ર થયો હોત તો મોટી દુર્ઘટના બની શકતી હતી.
First published:

Tags: Video viral, Viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો