VIRAL VIDEO: મોટા ભાગે કિશોર ઉંમરમાં બાળકો ખોટી લત તરફ આગળ વધતા હોય છે. એક માતા-પિતા માટે પોતાના સંતાનોને આ લતથી દૂર રાખવા ખૂબ જ અઘરુ હોય છે. સૌથી મુશ્કેલ ત્યારે થઈ પડે છે જ્યારે એક બાળકને ખોટી લત લાગી જાય છે અને તે છોડવા તૈયાર નથી હોતો. પણ એવું લાગે છે કે, આ માતા પાસે પોતાના સંતાનને ખોટી લત છોડાવાનો અનોખો રસ્તો હતો. જે સિગરેટ પિવાની ખોટી આદતનો શિકાર થઈ ગયો હતો. આ જાણ્યા બાદ તેમનો દીકરો સિગારેટ પીવાનો આદી બની ગયો છે, તો આ મહિલાએ પોતાના દીકરાને થાંભલા સાથે બાંધીને સબક શિખવાડવા માટે તેના ચહેરા પર મરચાનો પાઉડર રગડી નાખ્યો.
@gharkekalesh નામના એક ટ્વિટર અકાઉન્ટથી શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે છોકરો પોતાની માતા પાસે માફી માગી રહ્યો છે. તેમે બચાવ કરવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં અન્ય એક મહિલા આવી ગઈ અને તેને પકડી લીધો. ત્યાર બાદ મમ્મીએ દીકરાના ચહેરા પર મરચાનો પાઉડર રગડી નાખ્યો. બાદમાં ચહેરા પર બળતરા થતાં છોકરો જોરશોરથી બૂમો પાડવા લાગ્યો હતો. જો કે, આ મહિલા તેમ છતાં પણ તેને ગુસ્સાથી મારતી રહી હતી. અત્યાર સુધીમાં આ વીડિયોને 48 હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને 2200થી વધારે લાઈક મુળી ચુક્યા છે.
આ વીડિયો પર યુઝર્સનો મત અલગ અલગ છે. એક યુઝર્સે લખ્યું છે કે, આ કામ એક માતા માટે ખૂબ જ અઘરુ રહ્યું હશે. તેમ છતાં પણ પોતાના દીકરાના સ્વાસ્થ્યને બચાવવા માટે માતાએ આ કઠોર કામ કરવું પડ્યું. જ્યારે બીજા એક યુઝર્સે લખ્યું કે, મહેરબાની કરીને કોઈ એમને બતાવો કે આ સૌથી ખરાબ છે, જે એક મા પોતાના દીકરા માટે કરી શકે છે. તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે. ઠીક છે પણ બાળકોને સબક શિખવાડવાની બીજી પણ કેટલીય રીત છે, આ એકદમ ક્રૂરતા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર