વિદ્યાર્થીઓએ સ્ટેજ પર બુરખો પહેરીને કર્યો ડાન્સ, કોલેજે કરી કાર્યવાહી
વિદ્યાર્થીઓએ સ્ટેજ પર બુરખો પહેરીને કર્યો ડાન્સ
Viral Video : કોલેજની વિદ્યાર્થીઓઓનો બુરખો પહેરીને ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કર્ણાટકના મેંગુલુરુ સ્થિત એક એન્જિનિયરિંગ કોલેજનો છે. હવે કોલેજ પ્રશાસને આ વિદ્યાર્થીઓઓ સામે કડક કાર્યવાહી કરી છે.
Social Media Video Viral: એન્જિનિયરિંગના કેટલાક વિદ્યાર્થીઓને બુરખો પહેરીને આઈટમ સોંગ પર ડાન્સ કરવો ભારે પડ્યો હતો. વિદ્યાર્થીઓ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ કોલેજ પ્રશાસને તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલો કર્ણાટકના મેંગલુરુ શહેરની એક એન્જિનિયરિંગ કોલેજનો છે. કોલેજ પ્રશાસન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જે બાદ વિદ્યાર્થીઓ સ્ટેજ પર ચઢી ગયા અને ડાન્સ કરવા લાગ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ ઘટના મેંગલુરુની સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કોલેજની છે. કોલેજ પ્રશાસનનું કહેવું છે કે, એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક બુરખા પહેરેલા વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યો હતો. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. આ ડાન્સને અયોગ્ય અને વાંધાજનક કહેવાનું શરૂ કર્યું હતું.
વિદ્યાર્થીઓ સામે કોલેજે કરી કાર્યવાહી
કોલેજે કાર્યવાહી કરી
કોલેજ મેનેજમેન્ટે આ મામલે તપાસ કર્યા બાદ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. કોલેજના પ્રિન્સિપાલ રિયો ડિસોઝાએ કહ્યું કે, મેનેજમેન્ટે મુસ્લિમ સમુદાયના ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
આ કાર્યક્રમ બુધવારે સાંજે યોજાયો હતોcontroversy
અહેવાલો અનુસાર, આ ઘટના બુધવારે સાંજે કોલેજમાં વિદ્યાર્થી સંઘના ઉદ્ઘાટન પ્રસંગે થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘણા લોકોએ તેને મુસ્લિમ મહિલાઓના પરંપરાગત પહેરવેશની મજાક ગણાવી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર