ડિલિવરી પેકેટ પર લખ્યું હતું - મંદિર સામે આવતા જ ફોન લગાવજો, ફ્લિપકાર્ટે આપ્યો આવો જવાબ

News18 Gujarati
Updated: July 9, 2020, 11:20 PM IST
ડિલિવરી પેકેટ પર લખ્યું હતું - મંદિર સામે આવતા જ ફોન લગાવજો, ફ્લિપકાર્ટે આપ્યો આવો જવાબ
આ ફોટો શેર થયા પછી સતત વાયરલ થઈ રહ્યો છે

આ ફોટો શેર થયા પછી સતત વાયરલ થઈ રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : ઇ-કોમર્સ વેબસાઇટથી સામાન મંગાવ્યા પછી ગરબડી થઈ હોવાના સમાચાર ઘણા આવે છે. ક્યારેક મોબાઈલના બદલે અન્ય વસ્તુ આપી દેવામાં આવે છે તો ક્યારેક ખોટા સરનામે સામાનની ડિલિવરી થઈ જાય છે. જોકે હાલમાં એક એવી ઘટના બની છે. જેના વિશે જાણ્યા પછી સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર આ સતત વાયરલ થઈ રહ્યું છે. ફ્લિપકાર્ટે આ વાયરલ મેસેજ પર શાનદાર જવાબ આપ્યો છે.

Mangesh Panditrao નામના ટ્વિટર યૂઝરે ફ્લિપકાર્ટ ડિલિવરી પેકેટનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં ડિલિવરી પેકેટ પર 'Shipping/Customer address'સેક્શનમાં જે લખ્યું છે તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.

રાજસ્થાનના કોટા શહેરમાં ડિલિવરી કરનાર આ પેકેટ પર લખ્યું હતું કે - 448 ચૌથ માતા મંદિર, મંદિરની સામે આવતા જ ફોન લગાવી દેજો આવી જઈશ. ટ્વિટર યૂઝરે આ ફોટો શેર કરતા લખ્યું છે કે ઇન્ડિયન ઇકોમર્સ સાવ અલગ છે.આ ફોટો શેર થયા પછી સતત વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધી 13.5 હજારથી વધારે લાઇક મળી છે. લગભગ 2.8 હજાર વખત રી ટ્વિટ કરવામાં આવ્યો છે.

ફ્લિપકાર્ટે પર આ વિશે જવાબ આપ્યો છે. ફ્લિપકાર્ટે આની પર લખ્યું છે કે ઘર એક મંદિર છે અમે એક નવા સ્તર પર લઈ જઈ રહ્યા છીએ.
Published by: Ashish Goyal
First published: July 9, 2020, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading