VIDEO: ચોર મંદિરમાંથી દાનપાત્ર ઉઠાવીને થઈ ગયો ફરાર, ઘટના CCTVમાં કેદ

VIDEO: ચોર મંદિરમાંથી દાનપાત્ર ઉઠાવીને થઈ ગયો ફરાર, ઘટના CCTVમાં કેદ
મંદિરના પૂજારી મંગળા આરતીની તૈયારી કરતા હતા ત્યારે માત્ર 7 મિનિટમાં જ થઈ દાનપાત્રની થઈ ચોરી, જુઓ VIDEO

મંદિરના પૂજારી મંગળા આરતીની તૈયારી કરતા હતા ત્યારે માત્ર 7 મિનિટમાં જ થઈ દાનપાત્રની થઈ ચોરી, જુઓ VIDEO

  • Share this:
    મનોજ તિવારી. રાજસ્થાન (Rajasthan)ના ટોંક જિલ્લા (Tonk District)માં ચોર કોઈ પણ જાતની ચિંતા વગર મંદિરોથી દાનપાત્રની ચોરી કરી લેવા માંડ્યા છે. આવી જ એક ઘટના ફરી એક વાર સામે આવી છે. ખાસ વાત એ છે કે ઘટના જિલ્લા હેડક્વાર્ટરના પોલીસ સ્ટેશનની માત્ર 150 મીટરના અંતર આવેલા સંતોષી માતાના મંદિર (Santoshi Mata Mandir)માં બની છે. આ ઘટનામાં એક ચોર વહેલી પરોઢે 4.53 વાગ્યાથી 5.00 વાગ્યાની વચ્ચે 7 મિનિટમાં જ સાંકળથી બાંધેલા દાનપાત્રને ખોલીને તેને સાથે લઈને ફરાર થઈ ગયો. દાનપાત્ર ચોરીની આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera)માં રેકોર્ડ થઈ ગઈ.

    ચોરે આ ઘટનાને તે સમયે અંજામ આપ્યો જ્યારે પૂજારી રોજની જેમ મંદિર તથા ગર્ભગૃહની સફાઈ બાદ મંદિર સ્થિત પોતાના રૂમમાં મંગળા આરતીની તૈયારી કરી રહ્યા હતા. પૂજારીએ દાનપાત્ર ગુમ થયેલું જોયું તો તાત્કાલિક આ મામલાની જાણકારી મંદિર અધ્યક્ષને આપી. ત્યારબાદ મંદિરના વહીવટીતંત્ર સાથે જોડાયેલા તમામ પદાધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને સીસીટીવી ફુટેજ જોયા બાદ પોલીસને આ મામલાની જાણકારી આપી.




    આ પણ વાંચો, ખાખી પર લાંછન! પોલિસ કોન્ટેબલે ઘરમાં ઘૂસીને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, સસ્પેન્ડ

    આ પણ વાંચો, UP: દીકરીનું માથું વાઢીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યો હતો પિતા, કિસ્સો જાણી રૂંવાડા ઊભા થઈ જશે!

    મંદિરના વહીવટીતંત્ર તરફથી મળેલી ફરિયાદના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કરી સાથોસાથ સીસીટીવી ફુટેજના આધારે ચોરની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં કોરોના કાળમાં તથા તેના પહેલા પણ દાનપાત્ર ચોરીન ઘટના બની ચૂકી છે. પરંતુ ચોર એક પણ વાર પકડમાં આવ્યો નથી. મંદિરના વહીવટીતંત્ર અનુસાર દાનપાત્રમાં લગભગ 30થી 35 હજાર રૂપિયાની રકમ હોઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 07, 2021, 07:44 am

    ટૉપ ન્યૂઝ