રાતોની રાતો ગેમ રમ-રમ કરતો હતો છોકરો, ઊંઘ પુરી ન થવાના કારણે એક રાત્રે થઈ ગયું મોત

મોબાઈલ ગેમના કારણે મોત

રમતનું વ્યસન (Game Addiction) એટલું ખતરનાક છે કે જેઓ રમે છે તેઓ વ્યસનમાં કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

 • Share this:
  થાઈલેન્ડ : રમતનું વ્યસન (Game Addiction) એટલું ખતરનાક છે કે જેઓ રમે છે તેઓ વ્યસનમાં કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ રમતો (Teenager addicted to game) કિશોરોનું મન કાબુમાં કરી લે છે અને તેઓ આ વ્યસનમાં સારૂ શું અને ખરાબ શું ભૂલી જાય છે.

  થાઇલેન્ડ (Thailand) ના એક છોકરા સાથે પણ આવું જ થયું. 18 વર્ષનો છોકરો રમતને કારણે આખી રાત જાગતો રહેતો (Boy died due to lack of sleep). તેના માતાપિતા પણ છોકરાની આ આદત વિશે વધારે જાણતા ન હતા, જોકે તેઓ જાણતા હતા કે, દીકરો ઓનલાઈન ગેમ્સનો ખૂબ શોખીન છે.

  18 વર્ષના છોકરાને રમતનું વ્યસન હતું

  થાઇલેન્ડ (Thailand) નો 18 વર્ષનો છોકરો ઓનલાઇન ગેમ્સ રમવાનો શોખીન હતો. તે પોતાના રૂમની અંદર ઓનલાઇન ગેમ રમતો (Boy playing Online Game) હતો. છોકરાના માતાપિતાને પણ ખ્યાલ નહોતો કે તેમનો દીકરો ગેમ રમવા માટે રાત્રે જાગે છે. છોકરાની માતાનું કહેવું છે કે, તેને ક્યારેય તેના પુત્રના ગેમના વ્યસનની ચિંતા નહોતી. જોકે તેમનો પુત્ર મોટાભાગે મોબાઈલ ફોનમાં ગેમ (Mobile Game) રમતો હતો. ક્યારેક તેની ગેમ્સ કમ્પ્યુટર પર ચાલતી હતી તો ક્યારેક મોબાઈલ પર.

  ઊંઘ પુરી ન મળતા મોત થયું

  છોકરાની માતાએ કહ્યું કે, તે તેના પુત્રના બાજુના રૂમમાં સૂતી હતી. દીકરાના રૂમમાંથી બાથરૂમનો અવાજ સંભળાતો હતો, કારણ કે તે રાત્રે સ્નાન કરતો હતો. ધ સન મુજબ, છોકરો આખી રાત દરવાજો બંધ રાખીને ગેમ રમતો હતો. આ દરમિયાન, એક દિવસ છોકરાએ રાત્રે તેનો ફોન પણ ઉપાડ્યો નહીં, અને તેના રૂમનો દરવાજો પણ ખુલ્યો નહીં. પડોશીઓની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે તે શર્ટ વગર બેભાન અવસ્થામાં પડેલો હતો. તેનો મોબાઈલ પણ તેની પાસે પડ્યો હતો. પોલીસનું કહેવું છે કે, છોકરો વધારે ઊંઘતો ન હતો અને તેના શરીરને આરામ મળતો ન હતો. આવી સ્થિતિમાં શક્ય છે કે, તેનું મૃત્યુ ઊંઘના અભાવે હાર્ટ એટેકને કારણે થયું છે.

  આ પણ વાંચો - પતિની હત્યા કરવા પત્નીનું ખતરનાક ષડયંત્ર, પ્રાઈવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર! આ રીતે ખુલી પોલ

  આ પહેલા પણ બે વર્ષ પહેલા થાઈલેન્ડમાં એક છોકરાનું ગેમના વ્યસનને કારણે મૃત્યુ થયું હતું. તે આખી રાત ગેમ રમતો હતો અને શાળામાં અડધા કલાક વિરામ દરમિયાન પણ તે ગેમ જ રમતો હતો. થોડા દિવસો પહેલા ઇન્ડોનેશિયામાંથી ગેમિંગ વ્યસનની તસવીર પણ સામે આવી હતી, જેમાં કિશોરો પુરના પાણીની વચ્ચે બેસીને ગેમ રમી રહ્યા હતા.
  Published by:kiran mehta
  First published: