Home /News /national-international /નર્સની નોકરી છોડી અડલ્ટ મોડલીંગ કરવા લાગી મહિલા, બ્રા પહેરી મ્યૂઝિયમમાં ઘુસવા જતાં પોલીસ ઝડપી પાડી

નર્સની નોકરી છોડી અડલ્ટ મોડલીંગ કરવા લાગી મહિલા, બ્રા પહેરી મ્યૂઝિયમમાં ઘુસવા જતાં પોલીસ ઝડપી પાડી

મહિલાને તેના પોશાકના કારણે મ્યૂઝિયમમાં એન્ટ્રી ન મળી Instagram/irisirisss5200)

તાયવાનની સોશિયલ મીડિયા ઈંફ્લૂએંસર અને યૂટ્યૂબર આઈરિસ હેસિયે હાલમાં ચર્ચામાં છે. ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આઈરિસ પહેલા એક નર્સ હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    મોટા ભાગે લોકો એક કહેવતને ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે, જેવો દેશ તેવો દેશ, હવે એ વાતનો એકદમ સાચી છે કે, માણસ જે જગ્યા પર છે, તેને ત્યાં એ પ્રકારથી તૈયાર રહેવું જોઈએ, પણ મોકો જોઈને ખુદને તૈયાર કરવું પણ જરુરી છે. જો કોઈ શખ્સ અંતિમ સંસ્કારમાં સજીધજીને જશો કે પછી સફેદ કપડા પહેરીને લગ્નમાં જશો, ચોક્કસથી ખોટું લાગશે જ . આવી જ એક ભૂલ તાઈવાનની ઈંફ્લૂએંસરે કરી દીધી હતી, જે એક મ્યૂઝિયમમાં બ્રા પહેરીને ઘુસવાની કોશિશ કરવા પર તેમને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

    તાયવાનની સોશિયલ મીડિયા ઈંફ્લૂએંસર અને યૂટ્યૂબર આઈરિસ હેસિયે હાલમાં ચર્ચામાં છે. ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આઈરિસ પહેલા એક નર્સ હતી. પણ તેણે પોતાની આ નોકરીને છોડીને સબ્સક્રિપ્શન સાઈટ ઓન્લીફૈન્સ પર એડલ્ટ કંટેંટ બનાવાનું શરુ કરી દીધું અને એડલ્ટ મોડલિંગમાં કરિયર બનાવા લાગી. ત્યાર બાદ તે ઈંસ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની બોલ્ડ ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.








    View this post on Instagram






    A post shared by 謝侑芯 (@irisirisss5200)





    બ્રા પહેરીને મ્યૂઝિયમમાં ઘુસવાની કોશિશ કરવા લાગી


    હાલમાં જ તે ફ્રાન્સમાં ફરવા માટે ગઈ હતી. જ્યાં અત્યંત ફેમસ લૂવરે મ્યૂઝિયમ ફરવા ગઈ હતી. તે પેરિસનું પ્રસિદ્ધ ટૂરિસ્ટ અટ્રેક્શન છે, જેની બહાર ઊભા રહીને લોકો પણ ફોટો પડાવતા હોય છે અને અંદર ફરવા જાય છે. આવું જ આઈરિસે પણ કરવા માગતી હતી, જો કે તેણે જે કપડા પહેર્યા હતા, તે પુરતા નહોતા. આમ તો પેરિસ પોતાની ફેશન માટે દુનિયાભરમાં ફેમસ છે, પણ રસ્તા પર અને મ્યૂઝિયમ જેવી જગ્યા પર કપડા પહેરવાના પોતાના અલગ નિયમો છે. આઈરિસ પહેલા તો કાળા રંગના મોટો કોટ પહેરી ફરતી હતી, પણ મ્યૂઝિયમ બહાર , ઠંડીમાં તેણે કોટ કાઢીને કાળા રંગની ફક્ત બ્રામાં ઊભી રહી ગઈ અને ફોટો પડાવા લાગી હતી.

    પોલીસે કપડાના કારણે ભગાડી


    પોતાના ઈંસ્ટાગ્રામ પર તેને આ ફોટો અને વીડિયોને પોસ્ટ કર્યા છે. તેને લાગતું હતું કે, પોતાની નવી ખરીદેલી બ્રા આવી રીતે ફ્લોન્ટ કરશે, પણ તે આવું કરી શકી નહીં. અચાનક તે ફ્રેન્ચ પોલીસ ચાલી આવી અને તેને ત્યાંથી ભગાડી દેવામાં આવી. આ વાતને આઈરિસે સોશિયલ મીડિયા પર હાઈલાઈટ કરી છે, જે બાદ અમુક લોકોએ તેના પક્ષમાં ટિપ્પણી કરી છે, જ્યારે ઘણા લોકોએ તેના કપડાને લઈને ટિકા ટિપ્પણી પણ કરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन