કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?

News18 Gujarati
Updated: March 23, 2020, 9:49 AM IST
કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?
પુતિને રશિયાના લોકોને બે વિકલ્પ આપ્યા છે, બે સપ્તાહ માટે ઘરોમાં રહો કે પછી પાંચ વર્ષ માટે જેલમાં રહો

પુતિને રશિયાના લોકોને બે વિકલ્પ આપ્યા છે, બે સપ્તાહ માટે ઘરોમાં રહો કે પછી પાંચ વર્ષ માટે જેલમાં રહો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દુનિયાભરમાં હાહાકાર મચ્યો છે. દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. અનેક દેશોના શહેરોને લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રશિયા (Russia) નો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Vladimir Putin) લોકોને કોરોના વાયરસના કારણે ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા છે પરંતુ લોકો માની નથી રહ્યા. જેથી તેઓએ ત્યાંના જાહેર રસ્તાઓ પર 800 વાઘ અને સિંહોને છોડી દીધા છે.

સોશિયલ મીડિયા પર દાવો

પુતિનનો આ મેસેજ અલગ-અલગ સોશિયલ મીડિયા પર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો અલગ-અલગ પ્લટફોર્મ પર તેને ધડાધડ શૅર કરી રહ્યા છે. ટ્વિટર પર કોઈએ એક મેસેજ શૅર કરતાં લખ્યું છે કે પુતિને રશિયાના લોકોને બે વિકલ્પ આપ્યા છે, બે સપ્તાહ માટે ઘરોમાં રહો કે પછી પાંચ વર્ષ માટે જેલમાં રહો. આમાં વચ્ચેનો કોઈ રસ્તો નથી. લોકો ઘરેથી બહાર ન આવે તેના માટે તેઓએ રસ્તા પર 800 વાઘ અને સિંહને છોડી મૂક્યા છે.


આ પણ વાંચો, બ્રિટનની મહારાણી સુધી પહોંચ્યો કોરોનાનો ખતરો, તકેદારીના ભાગરૂપે બીજા મહેલ મોકલાયા

રશિયામાં કોરોના વાયરસનો કહેર

નોંધનીય છે કે, રશિયામાં કોરોના વાયરસના 300થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે એકનું મોત પણ થઈ ચૂક્યું છે. દેશના અનેક હિસ્સામાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Fact Check: શું છે હકિકત?

જ્યારે આ સોશિયલ મીડિયા મેસેજોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આ સાચા સમાચાર નથી. સિંહનો જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે મૂળે ચાર વર્ષ જૂના છે. આ ફોટો 2016માં ડેઇલી મેલમાં પ્રકાશિત થયો હતો અને તે આફ્રિકાનો છે. અહીં ચાર વર્ષ પહેલા એક સિંહ રસ્તા પર આવી ગયો હતો. જેથી આવા fake newsથી સાવધાન રહો.

આ પણ વાંચો, ખુશખબર! આ નવો ટેસ્ટ માત્ર 45 મિનિટમાં જણાવી દેશે કે તમને કોરોના સંક્રમણ છે કે નહીં
First published: March 23, 2020, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading