સ્કોટલેન્ડની શિક્ષિકાએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
સ્કોટલેન્ડની રહેવાસી 33 વર્ષીય કિર્સ્ટી બુચન બેનરમેન હાઈસ્કૂલમાં ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. પરંતુ આ અઠવાડિયે તેમને શાળામાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
અમુક વખતે અછતને કારણે વ્યક્તિ કોઈપણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે તેઓ વિચારતા નથી કે તે જે કામ કરવા જઈ રહ્યા છે તે સારું છે કે નહીં. તે માત્ર જરૂરિયાત પૂરી કરવાની જ ચિંતા કરે છે. એક શિક્ષિકાએ આવું કામ કરતા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ અને શાળામાંથી રાજીનામું આપવું પડ્યું છે.
ન્યૂયોર્ક પોસ્ટ વેબસાઈટના અહેવાલ મુજબ, સ્કોટલેન્ડની રહેવાસી 33 વર્ષીય કિર્સ્ટી બુચન (સ્કોટલેન્ડની શાળાના શિક્ષક એડલ્ટ વીડિયો બનાવે છે). બેનરમેન હાઈસ્કૂલમાં ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા, પરંતુ આ અઠવાડિયે તેમણે શાળામાંથી રાજીનામું આપ્યું હતું. તેની પાછળનું કારણ એ છે કે, શાળાના વિદ્યાર્થીઓએ તેમના એડલ્ટ વીડિયો અને ફોટા જોયા હતા. શિક્ષિકા તે ફોટો-વીડિયો ઓનલીફેન્સ નામની સબસ્ક્રાઈબ્ડ સાઇટમાં મૂકતા હતા.
ડેઈલી રેકોર્ડ્સ સાથે વાત કરતા મહિલાએ વાત કરતા જણાવ્યુ હતુ કે, તેમના 11 વર્ષીય પુત્રની તબિયત પેટની સમસ્યાની કારણે ખૂબ જ ખરાબ હતી. જેને કારણે તેનું ઓપરેશન કરાવવું પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ હતી. પરંતુ શાળાની નોકરીને કારણે મહિલા ન તો બાળકની સારવાર કરાવી શકતી હતી કે ન તો ઘરખર્ચ પૂરો કરી શકતી હતી. તેના બિલ મોટી રકમના હોવાથી તેણે ઓનલીફેન્સ પર કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યુ હતુ. જેમાં તે નગ્ન ફોટા-વીડિયો મૂકતી હતી. આ પહેલાં તેઓ શાળાના કામમાં ખૂબ જ વ્યસ્ત હતા છતાં ઘરખર્ચમાં પહોંચી વળતા નહોતા.
જ્યારે વિદ્યાર્થીઓને શિક્ષિકા વિશે ખબર પડી તો તેમણે રાજીનામું આપી દીધું હતું. જો કે, તેમને કોઈ અફસોસ નથી. તેમનું કહેવું છે કે, સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત કેટલાક શિક્ષકોએ પણ તેમના નિર્ણયનું સન્માન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ શરીર મારું છે, મને ગમશે તેમ હું તેને વાપરી શકું છું. મને કોઈ ફરક નથી પડતો. કારણ કે, આ કામથી મારું ઘર સારી રીતે ચાલી શકે છે.’
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર