Home /News /national-international /Shocking: કરોડપતિ સ્વીપરે 10 વર્ષથી નથી ઉપાડ્યો પગાર, લોકો પાસે પૈસા માંગીને ચલાવે છે ખર્ચ
Shocking: કરોડપતિ સ્વીપરે 10 વર્ષથી નથી ઉપાડ્યો પગાર, લોકો પાસે પૈસા માંગીને ચલાવે છે ખર્ચ
કરોડપતિ સ્વીપરે 10 વર્ષથી નથી ઉપાડ્યો પગાર Image credit: aajtak
પ્રયાગરાજ (Prayagraj)માં એક સફાઈ કામદાર (Crorepati Sweeper)ના બેંક ખાતામાં લાખો રુપિયા (Millions of rupees) છે છતાં તે અન્ય લોકો પાસેથી માંગીને પોતાના ખર્ચાઓનું સંચાલન કરે છે અને પોતાના પૈસા બેંકમાં જ જમા રાખે છે.
પ્રયાગરાજ (Prayagraj)માં CMO ઓફિસના રક્તપિત્ત વિભાગમાં એક સફાઈ કામદાર છે. તમે વિશ્વાસ નહિ કરી શકો આ સફાઈ કામદાર કરોડપતિ છે. તમને સાંભળીને ચોક્કસ આશ્ચર્ય થશે. તેમના ખાતામાં 70 લાખ રૂપિયા (Sweeper have 70 lakh rupees) છે અને તેમની પાસે જમીનો અને મકાન પણ છે. ખાસ વાત એ છે કે તેણે લગભગ 10 વર્ષથી બેંકમાંથી પગાર પણ ઉપાડ્યો નથી. હવે બેન્કર્સ તેમને તેમનો પગાર ઉપાડવા વિનંતી કરી રહ્યા છે. પરંતુ સફાઈ કામદાર ધીરજ લોકો પાસે પૈસા માંગીને પોતાનો ખર્ચ કાઢે છે.
કપડાં જોઈને લોકો વિચારે છે ભિખારી ધીરજના પોશાક અને ગંદા કપડા જોઈને લોકો તેને ભિખારી માની બેસે છે. લોકોના પગ સ્પર્શ કરીને અને પૈસા માંગીને તે પોતાનો ખર્ચ ચલાવે છે. લોકો તેને પૈસા પણ આપે છે. પરંતુ ધીરજ કોઈ સામાન્ય માણસ નથી, તે એક કરોડપતિ સફાઈ કામદાર છે.
લોકો પાસેથી પૈસા માંગી ગુજરાન ચલાવે છે ગંદા કપડા પહેરીને ધીરજ નામનો આ વ્યક્તિ CMO ઓફિસની આસપાસ લોકો પાસે પૈસા માંગતો જોવા મળશે, તેને ભિખારી સમજીને લોકો પૈસા આપે પણ છે. પરંતુ લોકોને ક્યાં ખબર છે કે તે કોઈ ભિખારી નથી પરંતુ જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો કરોડપતિ છે, તે જાણ ત્યારે થઈ જ્યારે બેંક કર્મચારીને આ વ્યક્તિ મળી. બેંકના કર્મચારીઓ આ વ્યક્તિને શોધતા લેપ્રસી ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે કર્મચારીઓને ખબર પડી કે ધીરજ કરોડપતિ છે. તેણે 10 વર્ષથી કામ કર્યું છે પણ 10 વર્ષ સુધીનો પોતાનો પગાર પણ ઉપાડ્યો નથી. તેનું પોતાનું ઘર છે અને તેના ખાતામાં મોટી રકમ છે.
નોકરી કરી પણ પૈસા ના ઉપાડ્યા ખરેખર, ધીરજના પિતા આ વિભાગમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને નોકરીની વચ્ચે જ તેમનું અવસાન થયું હતું. બીજી તરફ, ધીરજને 2012માં મૃતક આશ્રિત તરીકે સફાઈ કામદારની નોકરી મળી, ત્યારપછી તેણે બેંકમાંથી પોતાનો પગાર ઉપાડ્યો નથી, તે ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી પૈસા માંગીને પોતાનો ખર્ચ ચલાવે છે. આ સિવાય તેની માતાનું પેન્શન પણ આવે છે, પરંતુ એક ખાસ વાત એ છે કે ધીરજ સરકારને ઈન્કમ ટેક્સ પણ આપે છે.
લગ્ન કરવા નથી માંગતા કરોડપતિ ધીરજ તેની માતા અને એક બહેન સાથે રહે છે. તેણે હજી લગ્ન કર્યા નથી. તેમજ તે લગ્ન કરવા માંગતો પણ નથી. તેનું કારણ એ છે કે તેને ડર છે કે કોઈ તેના પૈસા ન લઈ લે. કર્મચારીઓની વાત માનીએ તો ધીરજ મગજથી થોડો નબળો છે, પરંતુ બઘુ કામ ઈમાનદારી અને મહેનતથી કરે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર