Home /News /national-international /

ચીન પર ભારતના પ્રહારથી ખુશ છે તાઇવાન? ડ્રેગનને મારતા ભગવાન રામનું પોસ્ટર Viral

ચીન પર ભારતના પ્રહારથી ખુશ છે તાઇવાન? ડ્રેગનને મારતા ભગવાન રામનું પોસ્ટર Viral

ચીન પર ભારતના પ્રહારથી ખુશ છે તાઇવાન? ડ્રેગનને મારતા ભગવાન રામનું પોસ્ટર Viral

તાઇવાને ન્યૂઝે લખ્યું કે ભારતના રામે ચીનના ડ્રેગનને માર્યો

    નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે (India-China)હિંસક ઝડપ પછી તાઇવાન (Taiwan)માં એક તસવીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં ભગવાન રામ ડ્રેગન પર વાર કરતા જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે ‘વી કોન્કર, વી કિલ’. તાઇવાન ન્યૂઝે (Taiwan News)આ તસવીરને ફોટો ઓફ ધ ડે શીર્ષકથી પ્રકાશિત કરી છે. તાઇવાને ન્યૂઝે લખ્યું કે ભારતના રામે ચીનના ડ્રેગનને માર્યો.

    તાઇવાન ન્યૂઝે આ પોસ્ટરને પ્રકાશિત કર્યું છે. ભારતમાં પણ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં ભગવાન રામ ડ્રેગનને મારતા જોવા મળે છે. ભારતમાં દશેરા પર આવા પ્રકારની તસવીર વાયરલ થાય છે. ભારતીયો બુરાઈ પર અચ્છાઇના જીતના પ્રતીક તરીકે આ તસવીરનો ઉપયોગ કરે છે.



    આ પણ વાંચો - શહીદ જવાન પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા પર ચેન્નઈ સુપરકિંગ્સનો આ સભ્ય સસ્પેન્ડ

    ભગવાન રામના આ પોસ્ટરને હોંગકોંગ સોશિયલ મીડિયા સાઇટ LIHKG ઉપર પણ પોસ્ટ કરવામાં આવી છે. હોંગકોંગના ટ્વિટર યૂઝર તેને શેર કરી રહ્યા છે.

    મંગળવારે લદાખમાં એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભીષણ સંઘર્ષ થયો હતો. જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા છે. જ્યારે 4 ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. ચાઇનીઝ આર્મી (પીએલએ)ના પણ 43 સૈનિક માર્યા ગયા છે અથવા ઇજાગ્રસ્ત થયા છે.

    પોતાની વિસ્તારવાદી અને વર્ચસ્વવાદી નીતિના કારણે ચીનના પોતાના પડોશી દેશો સાથે સારા સંબંધો નથી. તાઇવાન અને હોંગકોંગ પણ ચીનની આ નીતિથી પરેશાન છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Social media, Taiwan, ચીન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन