Home /News /national-international /

Covid 19 : છેલ્લી શ્વાસ લઇ રહેલી માની એક ઝલક જોવા માટે હોસ્પિટલની બારીએ ચડ્યો પુત્ર

Covid 19 : છેલ્લી શ્વાસ લઇ રહેલી માની એક ઝલક જોવા માટે હોસ્પિટલની બારીએ ચડ્યો પુત્ર

જિહાદ-અલ-સુવૈતી

મીડિયા રિપોર્ટ મુજબ 30 વર્ષીય જિહાદ પોતાની માંની એક ઝકલ મેળવવા માટે રોજ આ બારીની બેસે છે.

    દુનિયાભરના અનેક દેશોમાં કોરોના સંક્રમણનો પ્રકોપ બધે જ જોવા મળી રહ્યો છે. તેવા અનેક દેશોથી તેવી તસવીરો સામે આવી રહી છે જે તમારી આંખોને નમ કરી લેશે. અનેક લોકો પોતાના માતા-પિતા કે પછી અન્ય સંબંધીઓનો ચહેરો પણ છેલ્લી વાર નથી જોઇ શકતા. કારણ કે કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલ તમને સીધું વ્યક્તિનું શબ જ આપે છે. ત્યારે ફિલીસ્તીન (Palestine)ની એક હોસ્પિટલથી એક ખૂબ જ દુ:ખી કરતી તસવીર સામે આવી છે. જ્યાં છેલ્લા શ્વાસ લેતી માંને જોવા માટે એક પુત્રી હોસ્પિટલની ઊંચી બારી પર જઇને બેસી જાય છે.

    મળતી જાણકારી મુજબ આ વ્યક્તિની માં કોવિડ 19થી સંક્રમિત હતી અને હોસ્પિટલમાં છેલ્લી શ્વાસ લઇ રહી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ તસવીરમાં જે વ્યક્તિ દેખાઇ રહ્યો છે તેનું નામ જિહાદ-અલ-સુવૈતી (Jihad Al-Suwaiti) છે. જે વેસ્ટ બેંકના બેત આવા શહેરનો રહેવાસી છે. જિહાદની મા 73 વર્ષીય રાશમી સુવૈતી હેબ્રોન સ્ટેટ હોસ્પિટલ (Hebron State Hospital)ના ICUમાં એડમીટ છે અને તેની કોરોના સંક્રમણની સારવાર ચાલી રહી છે.



    મીડિયા રિપોર્ટ મુજબ 30 વર્ષીય જિહાદ પોતાની માંની એક ઝકલ મેળવવા માટે રોજ આ બારીની બેસે છે. જો કે રાશમી કોવિડ 19 સંક્રમણથી બહાર ન આવી શકે અને ગત ગુરુવારે તેમની મોત થઇ ગઇ. આ તસવીર સૌથી પહેલી વાર સોશિયલ મીડિયામાં મોહમ્મદ સાફા નામના એક હ્યૂમન રાઇટ્સ એક્ટિવિસ્ટે શેર કરી હતી.






    સાફ યુનાઇટેડ નેશનમાં મોટા પદ પર કામ કરે છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે ફિલીસ્તીનનો એક યુવક રોજ હોસ્પિટલની દિવાલ ચડી તે જ બારીએ બેસે છે જ્યાં આઇસીયુમાં તેની માનો કોરોનાનો ઇલાજ થઇ રહ્યો છે. જ્યાં બેસીને તે પોતાની માની એક ઝલક જોવે છે. પણ અફસોસ! ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં પર હાલ આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. અને કેટલાય લોકો તેને શેર કરી આ મામલે દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Coronavirus, COVID-19, Palestine

    આગામી સમાચાર