નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર અનેક એવા વીડિયો હોય છે જે ખૂબ જ પસંદ કરવામાં આવતા હોય છે અને તે વાયરલ થઈ જાય છે. આ વાયરલ વીડિયોને કોઈ દેશના સીમાડા કે ભાષાનું અંતર પણ નડતું નથી અને તે ખૂબ જ વાયરલ (Viral Video) થઈ જાય છે. અનેક વીડિયો તો યૂઝર્સને ભાવુક કરી દે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે રસ્તા પર રખડી રહેલું કૂતરું ખૂબ જ ભૂખ્યું છે અને એક મહિલા જ્યારે તેને ખાવા માટે કંઈક આપે છે તો તેની આંખોમાં આંસુ આવી જાય છે.
આ વીડિયો યૂટ્યૂબ પર ડેઇલી વાયરલ નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોની સાથે જાણકારી આપવામાં આવી છે કે તે ઉત્તર ચીનના ઝિનઝોંગ શહેરનો છે. ત્યાંના રસ્તાઓ પર એક નાનું કૂતરું રહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાની કારમાં બેસીને ત્યાં પહોંચે છે તો તરત તે કૂતરું તેની પાસે આવીને ખાવાનું માંગવા લાગે છે. " isDesktop="true" id="1058759" >
ત્યારબાદ મહિલા તેને ખાવાનું ખવડાવે છે. આવું રાતના સમયે થાય છે. જ્યારે બધા લોકો સૂતા હોય છે અને કૂતરાને ખાવા માટે કંઈ પણ નથી મળી શકતું. એવામાં તે ભૂખ્યો જ ભટકતો રહે છે. પરંતુ મહિલા જ્યારે તેણે ખાવાનું આપે છે તો કૂતરું ખાવાનું મેળવીને ભાવુક થઈ જાય છે. તેની આંખોમાં પણ પાણી આવી જાય છે. જાણે એ પણ રડીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે.