Home /News /national-international /રાતોરાત માલામાલ થયો આ ભારતીય વ્યક્તિ, કુવૈતમાં 45 કરોડની લોટરી જીતી

રાતોરાત માલામાલ થયો આ ભારતીય વ્યક્તિ, કુવૈતમાં 45 કરોડની લોટરી જીતી

પરમાનંદ દલિપ નામના એન્જિનિયરને 45 કરોડની લોટરી લાગી છે.

engineer won 45 crore rupees: દલિપ કુવૈતમાં સ્ટીલ ઉદ્યોગમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. તે માને છે કે જો તેણે વર્ષો સુધી કામ કર્યું હોત તો પણ તે આટલી બચત કરી શક્યો ન હોત. પરમાનંદે પોતાના પરિવાર માટે નવું ઘર બનાવવાની વાત પણ કરી છે.

વધુ જુઓ ...
    ઘણીવાર એવું કહેવામાં આવે છે કે નસીબ બદલાતા વધુ સમય નથી લાગતો. આવું જ કંઈક કુવૈતમાં રહેતા એક ભારતીય વ્યક્તિ સાથે થયું છે. મીડિયા અહેવાલો અનુસાર 48 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર પરમાનંદ દલિપે 20 મિલિયન AED (લગભગ 45 કરોડ રૂપિયા)ની લોટરી જીતી છે. તેણે આ રકમ 102માં મહજૂજ સુપર સેટરડેમાં જીતી હતી. પરમાનંદ મેહજૂજની લોટરી જીતનાર 30મો વ્યક્તિ કહેવાય છે.

    એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પરમાનંદ દલિપ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. તે લાંબા સમયથી માત્ર ડ્રોમાં જ ભાગ લઈ રહ્યો હતો. ઘણી મહેનત બાદ હવે દલિપની લોટરી લાગી છે.



    'પરિવારના સપના સાકાર થશે'

    એક મીડિયા હાઉસ સાથે વાત કરતા પરમાનંદ દલિપે કહ્યું કે એક રાત્રે મહજૂજ તરફથી ઈમેલ આવ્યો હતો. આ જોઈને તેના હોશ ઉડી ગયા. લકી ડ્રો જીતવાની વાત મેલમાં જણાવવામાં આવી હતી. તેનું કહેવું છે કે હવે આ પૈસાથી તે તેના અને તેના પરિવારના અધૂરા સપના પૂરા કરશે. દલિપના પરિવારમાં પત્ની, ત્રણ બાળકો અને વૃદ્ધ માતા-પિતા છે. તે હવે આ રકમથી તેના પરિવારને જરૂરી સુવિધાઓ આપવા માંગે છે.

    આ પણ વાંચો: ગુજરાતની એ વિધાનસભા સીટ જ્યાં છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડ્યો નથી

    દલિપ કુવૈતમાં સ્ટીલ ઉદ્યોગમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. તે માને છે કે જો તેણે વર્ષો સુધી કામ કર્યું હોત તો પણ તે આટલી બચત કરી શક્યો ન હોત. પરમાનંદે પોતાના પરિવાર માટે નવું ઘર બનાવવાની વાત પણ કરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Kuwait, Lottery news, OMG News, Viral news

    विज्ञापन
    विज्ञापन