Home /News /national-international /OMG: અહીં પુરુષો પહેરે છે મહિલાની બ્રા અને પેન્ટી, જાણો શા માટે આવું કરે છે મરદ મૂંછાળા
OMG: અહીં પુરુષો પહેરે છે મહિલાની બ્રા અને પેન્ટી, જાણો શા માટે આવું કરે છે મરદ મૂંછાળા
પુરુષો મહિલાઓના આંતરવસ્ત્રો પહેરીને કરે છે જાહેરાત
હવે અંડરગાર્મેન્ટ્સ જ્યારે સુધી મહિલાઓ પહેરીને દેખાશે નહીં, ત્યાં સુધી મહિલાઓને ઓનલાઈન સમજવામાં આવશે નહીં, તે પ્રોડક્ટ્ સારી છે કે નહીં. આવી પ્રોડક્ટ્સની પ્રદર્શની કરવી પણ જરુરી છે.
કોઈ પણ સામાનના વેચાણ માટે જરુરી છે, તેનો સારો એવો પ્રચાર. પ્રચારના માધ્યમથી ખાસ કરીને અખબરા, રેડિયો અથવા ટીવી હોય છે અને હવે તે સોશિયલ મીડિયા એક મોટુ પ્લેટફોર્મ બની ગયું છે. જેના પર લોકો પ્રચાર કરી રહ્યા છે. પણ ચીનમાં આ પ્રચાર પર અમુક પ્રતિબંધો લગાવી દીધા છે. જેની ખરાબ અસર મહિલાઓના અંડરગારમેન્ટ્સ વેચતી કંપની પણ થઈ રહી છે. આ પ્રતિબંધોના નિવારણ માટે વિચિત્ર રીત કંપનીઓએ કાઢી છે. હવે પુરુષ મહિલાઓના અંડરગાર્મેંટ્સ પહેરતા દેખાઈ રહ્યા છે.
ઓડિટી સેન્ટ્રલ ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ચીનમાં લાઈવ સ્ટ્રીમ કોમર્સ ઈંડસ્ટ્રી ખૂબ મોટી છે. અહીં ખાવાનું, કપડા, મેકઅપ વગેરેનું માર્કેટીંગ લાઈવ સ્ટ્રીમ બિઝનેસ દ્વારા થાય છે. એટલે કે, લોકો સોશિયલ મીડિયા પર લાઈવ આવીને આ પ્રોડક્ટ્સ વિશે બતાવે છે. પણ સરાકરના કેટલાય પ્રતિબંધો અંતર્ગત આ લાઈવ સ્ટ્રીમ પ્લેટફોર્મ પર લગાવી દીધા છે. જેમ કે, ખાવાની બર્બાદીવાળા શો પર બેન લગાવી દીધો છે. આવી જ રીતે લાઈવ સ્ટ્રીમ પર અંડરગારમેન્ટ્સ પહેરીને મહિલાઓ દ્વારા પ્રચાર કરવા પર પણ બૈન લગાવી દીધો છે.
મહિલાઓ લાઈવ બ્રોડકાસ્ટમાં નથી પહેરી શકતી અંડરગાર્મેન્ટ્સ
હવે અંડરગાર્મેન્ટ્સ જ્યારે સુધી મહિલાઓ પહેરીને દેખાશે નહીં, ત્યાં સુધી મહિલાઓને ઓનલાઈન સમજવામાં આવશે નહીં, તે પ્રોડક્ટ્ સારી છે કે નહીં. આવી પ્રોડક્ટ્સની પ્રદર્શની કરવી પણ જરુરી છે. પણ કંપની સરકારના નિર્ણય વિરુદ્ધ પણ જઈ શકતી નથી, નહીંતર તેમને પ્રતિબંધનો સામનો કરવો પડશે. આ દુવિધાના નિવારણ માટે કંપનીએ અનોખો આઈડીયા શોધી કાઢ્યો છે. તે હવે પુરુષોને મહિલાઓના અંડરગાર્મેન્ટ્સ પહેરાવીને પ્રોડ્ક્ટનો પ્રચાર કરી રહ્યા છે.
પુરુષોના અંડરગાર્મેન્ટ્સ પહેરવા પર નથી પ્રતિબંધ
ટ્વિટર અકાઉન્ટ @xiaojingcanxue પર હાલમાં જ એક પોસ્ટ શેર કરીને તેના વિશે જાણકારી આપી હતી. અંડરગાર્મેન્ટ્સમાં પુરુષોના ફોટો શેર કરતા લખ્યું છે કે, ચીનમાં મહિલા લાઈવ બ્રોડકાસ્ટ રુમમાં અંડરગાર્મેન્ટ્સ નથી પહેરી શકતી. જો તેમણે એવું કર્યું તો, ઓનલાઈન અશ્લીલતા ફેલાવાના આરોપમાં તેમના લાઈવ બ્રોડકાસ્ટ રુમને તુરંત બેન કરી દેવામાં આવશે. કંપનીઓએ કહ્યું કે, મહિલાઓના અંડરગાર્મેન્ટ્સ પહેરવા પર બેન છે, પણ પુરુષો નથી. તેના કારણે જ હવે પુરુષોને મહિલાઓના અંડરગાર્મેન્ટ્સ પહેરાવી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર