મુંબઈ. દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં વસતા લાખો લોકો માટે મુંબઈ લોકલ (Mumbai Local) લાઇફલાઇન સમાન છે. રોજ આ ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. બાળકો તેમાં સવાર થઈ સ્કૂલે જાય છે, નોકરીયાત વર્ગ પોતાની નોકરીએ તો ડબ્બાવાળા ટિફિન પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરે છે. પરંતુ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન (Lockdown)એ આ લોકોને મુંબઈ લોકલથી દૂર કરી દીધા હતા. મહારાષ્ટ્ર સરકારે સંક્રમણના પ્રસારને રોકવા માટે મુંબઈ લોકલને સામાન્ય જનતા માટે બંધ કરી દીધી હતી. પરંતુ હવે 11 મહિના બાદ આ ટ્રેનોમાં ફરીથી સામાન્ય નાગરિકો મુસાફરી કરી શકે તેની મંજૂરી આપી દેવામાં આવી છે.
પહેલી ફેબ્રુઆરીથી મુંબઈ લોકલમાં સામાન્ય જનતા મુસાફરીની કરવાની છૂટ આપ્યા બાદ સ્ટેશનો પર ભીડ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. દરેક વ્યક્તિ ફરી પોતાના કામના સ્થળે જવા માટે ટ્રેનોનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા હતા. મુંબઈ લોકલને ગયા વર્ષે માર્ચમાં બંધ કરવામાં આવી હતી. બાદમાં તેને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ સોમવારે તેને સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકાતાં મુંબઈકરોમાં ખુશીની લહેર દોડી ગઈ.
A click that touched my heart, a commuter worshipping Mumbai Local before boarding after 11 months. ❤️ pic.twitter.com/AqEhlTaH0Z
મુંબઈના એક રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે પહોંચેલા એક યુવકની તસવીર હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. મૂળે, તસવીરમાં આ વ્યક્તિ ટ્રેનમાં સવાર થતાં પહેલા ઝૂકીને ટ્રેનને પ્રણામ કરી રહ્યો છે.
રેલ સેવા શરૂ કરવાની જાણકારી રેલ મંત્રી પીયૂષ ગોયલે આપી હતી. તેઓએ કહ્યું હતું કે, મારા પ્રિય મુંબઈવાસીઓ, આપ સૌની સુવિધાને ધ્યાને લઈ મુંબઈ લોકલ ટ્રેન સેવા પહેલી ફેબ્રુઆરીથી બધા માટે શરૂ થઈ જશે. લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે દિવસની સેવાની શરૂઆતથી લઈને સવારે 7 વાગ્યા સુધી અને બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્ય સુધી અને રાત્રે 9 વાગ્યાથી સેવા સમાપ્તિ સુધી ઉપબ્ધ રહેશે.
રેલ મંત્રીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારના નિર્દેશો મુજબ, સવારે સાત વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી માત્ર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી રહેશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર