Home /News /national-international /સર પ્લીઝ રજા આપી દો, નહીંતર ઘરમાં ડખ્ખા થશે: હોળી પર રજા લેવા માટે કોન્સ્ટેબલે લખેલો લેટર વાયરલ થયો
સર પ્લીઝ રજા આપી દો, નહીંતર ઘરમાં ડખ્ખા થશે: હોળી પર રજા લેવા માટે કોન્સ્ટેબલે લખેલો લેટર વાયરલ થયો
કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારીને રજા માટે રજાચિઠ્ઠી લખી
હકીકતમાં જોઈએ તો, પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલના 3 મહિના પહેલા લગ્ન થયા છે અને તેનું કહેવું છે કે, તેના પરિવારના રિવાજ અનુસાર, તેને પ્રથમ હોળી સાસરિયામાં મનાવાની હોય છે, જેને લઈને કોન્સ્ટેબલે કોટા શહેર પોલીસ લાઈનના અધિકારીને 4 દિવસની સીએલ અને 4 દિવસની જીએચ માગી હતી.
કોટા: આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, જ્યાં દરરોજે કંઈને કંઈ વાયરલ થઈ જાય છે, અને ચર્ચાનું કેન્દ્ર બની જતું હોય છે. આવું જ એક હોળીના અવસર પર રાજસ્થાનમાં પોલીસ જવાનની ચિઠ્ઠી વાયરલ થઈ રહી છે, જ્યાં પોલીસકર્મીએ રજા માટે પોતાના અધિકારીને પત્ર લખ્યો હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, એક પોલીસ અધિકારીએને પોલીસે પત્ર લખી રજા માગી હતી. કોટા પોલીસ લાઈનમાં પોલીસકર્મીએ શહેરના નીરિક્ષકને રજા માટે એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું છે કે, હોળીના દિવસે તેને સાસરિયે જવાનું છે અને ત્યાં જઈને હોળી મનાવાની છે.
હકીકતમાં જોઈએ તો, પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલના 3 મહિના પહેલા લગ્ન થયા છે અને તેનું કહેવું છે કે, તેના પરિવારના રિવાજ અનુસાર, તેને પ્રથમ હોળી સાસરિયામાં મનાવાની હોય છે, જેને લઈને કોન્સ્ટેબલે કોટા શહેર પોલીસ લાઈનના અધિકારીને 4 દિવસની સીએલ અને 4 દિવસની જીએચ માગી હતી.
સર, મારે સાસરિયે જવાનું છે
હકીકતમાં ભરતપુરના રહેવાસી કોન્સ્ટેબલ સતપાલ ચૌધરીની ડ્યૂટી કોટા શહેર પોલીસ લાઈનમાં લાગી હતી. તો વળી સતપાલના લગ્ન 3 મહિના પહેલા થયા હતા અને સતપાલનું કહેવું છે કે, તેમને ત્યાં લગ્ન બાદ પ્રથમ હોળી પત્નીના પિયરમાં મનાવાની પરંપરા છે. સતપાલે રજા માટે અરજી લખતા કહ્યું કે, તેથી તેને લગ્ન બાદ પ્રથમ હોળી મનાવવા માટે રજા જોઈએ છે.
પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડે શકે છે
તો વળી સતપાલે અરજીમાં લખ્યું છે કે, જો તેને રજા નહીં મળએ અને હોળી સાસરિયામાં નહીં મનાવે તો, ભવિષ્યમાં પતિ-પત્નીના સંબંધો ખરાબ થવાની પુરી શક્યતા છે. જો કે, પોલીસ અધિકારીઓએ તેની રજા મંજૂરી કરી દીધી છએ અને પહેલી હોળી મનાવવા માટે પોતાના સાસરિયે જવાની મંજૂરી આપી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર