Home /News /national-international /

PAK: જ્યારે કાશ્મીર મુદ્દે ચાલી રહેલા ઇન્ટરનેશનલ વેબિનારમાં ગૂંજવા લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા, જુઓ VIDEO

PAK: જ્યારે કાશ્મીર મુદ્દે ચાલી રહેલા ઇન્ટરનેશનલ વેબિનારમાં ગૂંજવા લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા, જુઓ VIDEO

ભારતીય હેકર્સે કથિત રીતે ઝૂમ પર ચાલી રહેલા વેબિનારને હેક કરી જય શ્રીરામના નારા લગાવ્યા

ભારતીય હેકર્સે કથિત રીતે ઝૂમ પર ચાલી રહેલા વેબિનારને હેક કરી જય શ્રીરામના નારા લગાવ્યા

    ઇસ્લામાબાદઃ પાકિસ્તાન (Pakistan) સતત આંતરરાષ્ટ્રીય મંચો અને અનેક અન્ય રીતે કાશ્મીર મુદ્દે (Kashmir Issue) ભારતને ઘેરવાનો પ્રયાસ કરતું જોવા મળે છે. જોકે તમામ મંચો પર ભારત તરફથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળતો રહે છે. હવે એક નવા મામલા પર પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે ચાલી રહેલા વેબિનારને ભારતીય હેકર્સે નિશાન બનાવ્યો. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે કથિત રીતે ભારતીય હેકર્સે ફરી એકવાર પાકિસ્તાની સાઇટને હેક કરી ‘જયશ્રી રામ’ના નારા લગાવ્યા.

    મામલો એવો છે કે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાની અધિકારી એક ઇન્ટરનેશનલ સેમિનાર/વેબિનાર કરી રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સિંગ સાઇટ ઝૂમ પર સેમિનાર ચાલી રહ્યો હતો. જોકે આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં કેટલાક લોકોએ ગીત વગાડવાનું શરૂ કરી દીધું. તે ભારતીય ગીત હતું જેમાં જયશ્રી રામના નારા સંભળાઈ રહ્યા હતા. તે સામાન્ય રીતે ભગવાન રામ માટે ભારતમાં વગાડવામાં આવે છે. સેમિનારમાં સામેલ મહેમાનોને થોડા સમય સુધી લાગતું રહ્યું કે કાર્યક્રમનું સંચાલન કરી રહેલા ડૉ. વલીદ મલિક તરફથી ગીત વગાડવામાં આવી રહ્યું છે અને તેમને તે બંધ કરવા માટે કહેવામાં આવ્યું. જોકે જ્યારે જય શ્રીરામ ગૂંજવા લાગ્યું તો તમામને સમજમાં આવી ગયું.

    આ પણ વાંચો, પાકિસ્તાનને ભારતના હુમલાનો હતો ડર, તેના કારણે અભિનંદન વર્ધમાનને કર્યા હતા મુક્ત

    અમે ભારતીય છીએ, તેમે રોતા રહો...

    ગીતની વચ્ચે-વચ્ચે એવો અવાજ પણ આવતો રહ્યો, ‘અમે ભારતીય છીએ’, ‘રડતા રહો’. આ દરમિયાન ડૉ. વલીદે કહ્યું કે તેઓ તેને રેકોર્ડ કરી રહ્યા છે. બાદમાં આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ ગયો. આ પહેલા પણ ભારતીય હેકરોએ કથિત રીતે પાકિસ્તાનની યુનિવર્સિટીઝની વેબસાઇટ હેક કરી હતી.

    આ પણ વાંચો, ઓડિશા બાદ બંગાળમાં મળ્યો દુર્લભ પ્રજાતિનો પીળા રંગનો કાચબો, જોઈને બધા હેરાન

    નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના પગલા બાદ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાને અનેક આક્રમક પ્રતિક્રિયાઓ આપી છે. પહેલા તેણે પાકિસ્તાનનો નવો નક્શો જાહેર કરી વિવાદિત વિસ્તારોને પોતાના દર્શાવી દીધા હતા. બીજી તરફ ગિલગિટ બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવાની જાહેરાત કરી દીધી. તેમણે નવેમ્બરમાં અહીં ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરી છે, જેનો ભારત હંમેશા વિરોધ કરતું આવ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Imran Khan, Kashmir issue, Pakistan Army, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन