ઈસ્લામાબાદઃ સોશિયલ મીડિયા (Social Media) પર હાલના સમયમાં એક કથિત દારૂની બ્રાન્ડ (Liquor Brand)ને લઈ વિવાદ ઊભો થયો છે. એક ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક નવી દારૂની બ્રાન્ડનું નામ પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા (Muhammad Ali Jinnah)ના નામ પર Ginnah રાખવામાં આવી છે. જોકે સમાચાર એજન્સી એએનઆઇ આ બોટલની સત્યતાની પુષ્ટિ નથી કરતી. પરંતુ અનેક ટ્વીટર યૂઝર્સ ગિન્ના બ્રાન્ડ વિશે સતત પોસ્ટ કરી રહ્યા છે.
આ ટ્વીટમાં ઝીણાના નામનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે કે તેઓએ તે બધું જ કર્યું છે ઈસ્લામમાં વર્જિત છે. પૂલ બિલિયર્ડ્સ, સિગાર, પોર્ક સોસેજની સાથોસાથ શાનદાર સ્કોચ, વ્હિસ્કી અને દારૂનો તેમનો ખૂબ ઉપયોગ કર્યો. સમાચાર એજન્સી એએનઆઇના અહેવાલ મુજબ એક ટ્વીટર યૂઝરે ઝીણાના નામ પર ગિન્નાહ નામની એક બોટલની તસવીર પોસ્ટ કરી. બોટલના લેબપર લખ્યું છે, ‘ઇન ધ મેમરી ઓફ ધ મેન ઓફ પ્લેઝર, હૂ વોઝ ગિન્ના’. દારૂની બોટલ પર પાછલની તરફ અંગ્રેજીમાં પણ એવું લખવામાં આવ્યું છે કે દારૂ ઝીણાની યાદમાં લૉન્ચ કરવામાં આવી છે.
Ginnah a drink in the memory of Muhammad Ali Jinnah the founder of Pakistan described as a man of pleasure#Gin#Ginnahhttps://t.co/Hboy1MLeJ9
મોહમ્મદ અલી ઝીણાનો જન્મ 25 ડિસેમ્બર, 1876ના રોજ કરાચીમાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. પરંતુ કરાચી તે સમયે બ્રિટિશ સામ્રાજ્યને આધીન ભારતનો હિસ્સો હતું. તેઓએ ભારતથી અલગ એક સ્વતંત્ર પાકિસ્તાન માટે જોરદાર આંદોલન ચલાવ્યું અને તેના પહેલા નેતા બન્યા. ઝીણાને પાકિસ્તાનમાં ‘કાયદે આઝમ’ કે ‘મહાન નેતા’ના નામથી ઓળખવામાં આવે છે.
'In the memory of the man of pleasure': Alcoholic drink named after Pak founder Jinnah
દારૂની બોટલના લેબલ પર ઝીણા વિશે લખવામાં આવ્યું છે કે મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના સંસ્થાપક હતા જેઓ 1947માં એક ધર્મનિરપેક્ષ રાજ્યન રૂપમાં અસ્તિત્વમાં આવ્યું. તેમાં વધુ લખ્યું છે કે થોડાક દશક બાદ પાકિસ્તાનના જનરલ મોહમ્મદ જિયા-ઉલ-હકે 1977માં તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો તખતાપલટો કરી દીધો હતો. લેબલ પર લખવામાં આવ્યું છે કે એમએ ઝીણાને ક્યારેય એ મંજૂર નહીં હોય જ્યારે તેઓએ પૂલ બિલિયર્ડ્સ, સિગાર, પોર્ક સોસિસની સાથોસાથ સારી ક્વોલિટીની સ્કોચ વ્હિસ્કી અને દારૂનો આનંદ લીધો.
ઈસ્લામમાં દારૂ છે હરામ
નશો કરવો અને સટ્ટેબાજીને ઈસ્લામમાં હરામ કે નિષેધ માનવામાં આવે છે. હરામ એક અરબી શબ્દ છે જેનો અર્થ નિષેધ થાય છે. કુરાન અને સુન્નાહના ધાર્મિક ગ્રંથોમાં જે ચીજો કરવાની મનાઈ ફરમાવી છે તે હરામ છે. જો કોઈ ચીજને હરામ માનવામાં આવે છે તો તે પ્રતિબંધિત હોય છે ભલે ઈરાદો કેટલો પણ સારો કેમ ન હોય પણ તેને હરામ જ માનવામાં આવે છે.
પાકિસ્તાની ટ્વીટર યૂઝર્સે આ મામલા પર પ્રતિક્રિયા આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. એક યૂઝરે કટાક્ષમાં લખ્યું કે, ગિન્નાહને નેશનલ ડ્રિન્ક બનાવવાની જરૂર છે. એક અન્ય યૂઝરે ટ્વીટ કરી કહ્યું કે, શરમ આવવી જોઈએ. અમારા સંસ્થાપકના નામ પર દારૂનું નામ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર