Home /News /national-international /હ્રદય કંપાવતી ઘટના: Dr. માતાએ ચાર વર્ષીય પુત્રીને બિલ્ડિંગ પરથી ફેંકી દીધી!

હ્રદય કંપાવતી ઘટના: Dr. માતાએ ચાર વર્ષીય પુત્રીને બિલ્ડિંગ પરથી ફેંકી દીધી!

(Photo Credit: Shutterstock.com)

Crime News: એક માતા પોતે તેના બાળકને ચોથા માળ પરથી નીચે ફેંકે છે. આ દ્રશ્યો રુંઆટા ઉભા કરી દે તેવા છે. આટલું જ નહીં, દીકરીને ફેંક્યા પછી આ મહિલા પોતે પણ બિલ્ડિંગ પરથી ઝંપાવવા માટે રેલિંગ પર ચઢી જાય છે.

બેંગ્લોર: માતા બાળકોના જતન માટે અપાર દુ:ખ સહન કરતી હોય છે, પરંતુ માતા દામનને લજાવે તેવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવી ઘટના વાયરલ (viral in social media) થઇ છે, જે જોઇને લગભગ તમારી ચીંખ નીકળી જશે અથવા કંપારી છૂટી જશે. વાયરલ વીડિયો (viral Video)માં એક માતા પોતે તેના બાળકને ચોથા માળ પરથી નીચે ફેંકે છે. આ દ્રશ્યો રુંઆટા ઉભા કરી દે તેવા છે. એટલું જ નહીં, બાળકને ફેંક્યા બાદ માતા પોતે પણ નીચે ઝંપલાવવા રેલિંગ પર ચઢી જાય છે.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક માતા તેની ચાર વર્ષની દીકરી (four years old girl)ને ચોથા માળેથી નીચે ફેંકે છે. આ હ્રદય કંપાવતી ઘટનામાં બાળકીનું મોત થયું છે. કહેવાઇ રહ્યું છે કે, આ ઘટના 4, ઓગસ્ટ ગુરુવારની છે. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના બેંગલુરુ (bengaluru) સેન્ટ્રલ ડિવીઝનના એસઆર નગરના એક એપાર્ટમેન્ટની છે. જ્યાંથી આરોપી મહિલાએ તેની દીકરીને ચોથા માળેથી નીચે ફેંકી હતી.


આ પણ વાંચો: Rahul Gandhi Detained: રાહુલ ગાંધી સાથે પ્રિયંકાની પણ થઇ અટકાયત, કહ્યું - 'લોકશાહીની હત્યા થઇ રહી છે'

આટલું જ નહીં, દીકરીને ફેંક્યા પછી આ મહિલા પોતે પણ બિલ્ડિંગ પરથી ઝંપાવવા માટે રેલિંગ પર ચઢી જાય છે. જોકે, પાછળથી કેટલાક લોકો એવીને તેને ખેંચી લે છે. આ અમુક જ સેકન્ડોનો વીડિયો માણસનો હ્રદય કંપાવી ઉઠે તેવો છે. સાથે જ માતા-દીકરીના સંબંધોને લજાવનારો પણ છે.

અહેવાલો અનુસાર, દીકરી સાંભળી અને બોલી શકતી નહોતી. જેના લીધે તેની માતા ઘણી હેરાન અને હતાશ હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં હત્યા કરનારા માતાને ઝડપી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આરોપી મહિલા નોન પ્રેક્ટિસિંગ ડેન્ટિસ્ટ છે અને પિતા સોફ્ટવેર એન્જિનિયર છે.
First published:

Tags: CCTV footage, Crime news, Murder case, National news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો