MPના આ કલેક્ટરનો વીડિયો થયો વાયરલ, હંગામો કરતા વિદ્યાર્થીઓને આપી સલાહ
વાયરલ વીડિયો પરથી તસવીર
IAS Kaushlendra Vikram Singh Viral Video: ગ્વાલિયર (Gwalior) કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે (IAS Kaushlendra Vikram Singh) અનોખી રીતે હંગામો મચાવનારા વિદ્યાર્થીઓને ના માત્ર સલાહ આપી, પણ તેઓની માંગણીઓ પણ સ્વીકારી. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ગ્વાલિયર: ગ્વાલિયરના કલેક્ટર (Collector of Gwalior) કૌશલેન્દ્ર વિક્રમ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા (viral video social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીમાં પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગણીને લઈને NSUIએ હોબાળો મચાવ્યો હતો. NSUIએ પ્રશાસનિક ગેટનું તાળું તોડી નાખ્યું હતું. આ સમાચાર મળતા જ કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે પહેલા વિદ્યાર્થી સંગઠનના નેતાઓ સહિત હોબાળો મચાવી રહેલા વિદ્યાર્થીઓના ક્લાસ લીધા, ત્યારબાદ પરીક્ષાની તારીખો આગળ ધપાવી.
નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થીઓ જીવાજી યુનિવર્સિટીની પરીક્ષાને આગળ લંબાવવા માટે આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલનની આગેવાની એનએસયુઆઈના પ્રદેશ ઉપાધ્યક્ષ શિવરાજ યાદવે કરી હતી.
વિદ્યાર્થીઓનો હંગામો એટલો વધી ગયો કે તેમણે યુનિવર્સિટીના મુખ્ય દરવાજાનું તાળું તોડી નાખ્યું. આ દરમિયાન યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાદમાં તેઓ લાચાર બની ગયા.
કલેક્ટરે વિદ્યાર્થીઓને સમજાવ્યા હંગામો વધી જતાં આ વાતની ખબર પડતાં કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમસિંહ જીવાજી યુનિવર્સિટી પહોંચ્યા. અહીં કલેક્ટરે વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા. જો કે, એનએસયુઆઇના પ્રદેશ ઉપાધ્યક્ષ શિવરાજ યાદવે કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમસિંહ સાથે દલીલબાજી શરૂ કરી હતી. આના પર કલેક્ટરે શિવરાજ યાદવને પૂછ્યું કે તમે યુનિવર્સિટીમાં કયા ક્લાસમાં અભ્યાસ કરો છો? શિવરાજે કહ્યું કે, તે વિદ્યાર્થી નહીં પરંતુ પદાધિકારી છે, ત્યારબાદ કલેક્ટરે અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ વિશે પૂછ્યું.
કલેકટરે એનએસયુઆઈના હોદ્દેદારને જેલમાં મોકલવા જણાવ્યું કલેક્ટરે આંદોલનકારી વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ભણવા આવો છો તો તમારે નેતાગિરી ન કરવી જોઈએ. પછી વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ વાંચે છે. પરંતુ, આ વખતે તૈયારી કરવાનો સમય ન હતો તેથી તેઓ પરીક્ષા લંબાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે કલેક્ટરે તેને ભણવાની વાત કરી તો કોઈએ તેમને એલએલએમ વિશે કહ્યું તો કોઈએ એમએસસી તો કોઈને બીજા વિષયોની વાત કરી.
તેના પર કલેક્ટરે કહ્યું કે, તમે આખું વર્ષ ભણવાને બદલે નેતાગિરી કરો છો તો સમય ક્યાંથી મળશે? કલેક્ટરે કહ્યું કે તે પોતે અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. આ દરમિયાન એનએસયુઆઇના પ્રદેશ ઉપાધ્યક્ષ શિવરાજ યાદવે તેમની સાથે દલીલબાજી શરૂ કરી દીધી હતી. કલેક્ટરે પોલીસ દ્વારા શિવરાજ યાદવની અટકાયત કરી પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા. આ પછી, તેમણે યુનિવર્સિટી પ્રશાસન સાથે વાત કરી હતી અને વિદ્યાર્થીઓની પરીક્ષા 10 દિવસ માટે મુલતવી રાખી હતી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર