આ શહેરમાં -45 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું તાપમાન, હવામાં ઈંડું અને નૂડલ્સ જામી ગયા, PIC Viral

Viral Photo: સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે

Viral Photo: સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે

  • Share this:
    નવી દિલ્હીઃ દેશના અનેક હિસ્સામાં જોરદાર હાડ થીજવતી ઠંડી (Cold weather) પડી રહી છે કે તેમાં હાથ-પગ જાણે જામી ગયા હોય એવો અનુભવ થાય છે. પરંતુ જો કોઈ એવી સ્થળની વાત કરવામાં આવે જ્યાં ઠંડીના કારણે હવામાં જ વસ્તુઓ જામી જતી હોય તો તમે તે જોઈને ચોંકી જ જશો. પણ આ હકીકતમાં જોવા મળ્યું છે. આ તસવીરોને (Viral Pic) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

    મૂળે, હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં એક ટેબલ પર પ્લેટમાં રાખવામાં આવેલું ઈડું ઠંડીના કારણે જામી ગયું છે. તેની બાજુમાં નૂડલ્સ પણ છે, તે પણ જામી ગઈ છે. ઈંડાને વચ્ચેથી તોડવામાં આવી રહ્યું હતું ત્યારે તે જામી ગયું. બીજી તરફ નૂડલ્સને ખાવા માટે ઉઠાવી તો તે હવામાં જ જામી ગઈ.

    આ પણ વાંચો, 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે ‘સરળ જીવન વીમા’ પોલિસી, જાણો તેની સાથે જોડાયેલી 5 જરૂરી વાતો

    નોંધનીય છે કે, આ તસવીર રશિયાના સાઇબેરિયાના નોવોડિબિસ્કની છે. અહીં હાલમાં ખૂબ જ કાતિલ ઠંડી પડી રહી છે. શહેરનું તાપમાન પણ -45 ડિગ્રી સેલ્સિયલ પર પહોંચી ગયું છે. એવામાં લોકો પોતાના ઘરમાં જ કેદ થઈને ઠંડીનો સામનો કરી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, આ શહેરમાં આખું વર્ષ ઠંડીની મૌસમ રહે છે.

    આ પણ વાંચો, મહિલાનું સંદિગ્ધ મોત, પરિજનોએ ઉંદરોને ગણાવ્યા જવાબદાર!

    સોશિયલ મીડિયા (Social Media) પર આ તસવીરને એટલી પસંદ કરવામાં આવી રહી છે કે તેને ટ્વીટપર પર 19 હજારથી વધુ લાઇક્સ (Likes) મળી ચૂકી છે.
    Published by:Mrunal Bhojak
    First published: