Home /News /national-international /Viral Video: એક મગરમાં કેટલી તાકાત હોય છે; આ રહ્યો તેનો પરચો, ભૂલથી પણ ક્યારેય મજાક કરતા નહીં

Viral Video: એક મગરમાં કેટલી તાકાત હોય છે; આ રહ્યો તેનો પરચો, ભૂલથી પણ ક્યારેય મજાક કરતા નહીં

viral crocodile video

ખારા પાણીમાં રહેનારા મગર 20 ફુટ સુધી લાંબા અને 1000 કિલો વજનવાળા હોય છે. હવે જ્યારે જીવ આટલો મોટો હોય, તો ચોક્કસપણે તેનામાં તાકાત પણ ખૂબ વધારે હોવાની.

Viral Video: મગર એક એવું જીવ છે, જેને આપ ટીવીમાં જુઓ કે પછી કોઈ બંધ પિંજરામાં, આપને ડર તો લાગશે, પણ જો તો આપની સામે આવી જાય તો, વિચારો કે શું હાલ થાય. ચોક્કસપણે આપ ત્યાંથી ડરીને ભાગશો, કેમ ત્યાં ઊભા રહીને તેની સાથે લડવામાં કોઈ મજા નથી. કદાચ આપને મગરની તાકાતનો અંદાજ નહીં હોય. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મગર (Crocodile strength video)ની અસલી તાકાત જોવા મળી રહી છે.


ટ્વિટર અકાઉન્ટ @TheFigen_પર મોટા ભાગે અજીબોગરીબ વીડિયો (weird videos) પોસ્ટ કરતા હોય છે. હાલમાં જ તેમના અકાઉન્ટ પરથી આવો જ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં મગર એક મોટા વાડામાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો છે, મોટા ભાગે મગર ખૂબ જ મોટી સાઈઝના હોય છે. ખારા પાણીમાં રહેનારા મગર 20 ફુટ સુધી લાંબા અને 1000 કિલો વજનવાળા હોય છે. હવે જ્યારે જીવ આટલો મોટો હોય, તો ચોક્કસપણે તેનામાં તાકાત પણ ખૂબ વધારે હોવાની.


સળીયાને તોડીને ભાગ્યો મગર


વીડિયોમાં મગર એક મોટા વાડામાં રહેલો છે અને તે નીકળવાની કોશિશ કરે છે. મોટા વાડામાં ચારે તરફ ડંડા લાગેલા છે. તે કહેવું મુશ્કેલ છે કે, આ સળીયા લોખંડ છે કે નહીં, પણ તેને જોતા નથી લાગતુ કે, તે કોઈ ધાતુમાંથી બનેલા છે. મગર પોતાના મોં ઘુસાડે છે અને ધીમે ધીમે સળીયામાંથી શરીર બહાર કાઢી લે છે. જોત જોતામાં સળીયા વળી જાય છે અને તે બહાર નીકળી જાય છે.

વીડિયો થઈ રહ્યો છે વાયરલ


આ વીડિયોમાં 11 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે, જ્યારે કેટલાય લોકએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે તો મજાકમાં કહ્યું કે, આવી રીતે દર ફ્રાઈડે ઓફિસથી ઘરે જાવ છું, તો વળી અન્ય એકે લખ્યું કે, દીવાલ બનાવી દેવી જોઈએ. એકે કહ્યું કે ફ્રીડમ આવી રીતની જ હોય છે. તો વળી અન્ય એકે કહ્યું કે, તે લોખંડ નથી,આટલું સરળતાથી તે વળી શકે નહીં. તો વળી એક યુઝર્સે લખ્યું કે, જે કાટ ખાધેલુ લોખંડ છે. એટલે વળી જાય છે.
First published:

Tags: Crocodile